ઉત્તરપ્રદેશના ગોરખનાથ મંદિરમાં જવાનો પર હુમલાનું ગુજરાત કનેક્શન સામે આવતા ગુજરાત ATS હરકતમાં આવી ગયું છે.
યુપીમાં ગોરખનાથ મંદિર ઉપર હુમલા મુદ્દે નવો ખુલાસો
આરોપી મુર્તજાએ લીધી હતી જામનગરની મુલાકાત
ગુજરાત ATS તપાસ અર્થે ગોરખપુર જશે
આરોપીની જામનગર મુલાકાત અંગે કરશે તપાસ
યુપીના ગોરખનાથ મંદિર હુમલાનો મામલે ગુજરાત કનેક્શન આવ્યું સામે
ઉત્તરપ્રદેશના ગોરખનાથ મંદિર પર થયેલા હુમલા મામલે નવો ખુલાસો થયો છે. આરોપી મુર્તજાએ જામનગરની પણ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે.ગુજરાત ATS તપાસ અર્થે ગોરખપુર જશે.જ્યાં આરોપીની જામનગર મુલાકાત અંગે તપાસ કરવામાં આવશે.
ગુજરાત ATS ગોરખપુર તપાસ માટે જશે
યુપીના ગોરખનાથ મંદિરમાં જવાનો પર હુમલાનું ગુજરાત કનેક્શન સામે આવતાં ગુજરતા ATS હરકતમાં આવી ગયું છે. અને આ સમગ્ર ઘટનાની તપાસ માટે ગુજરાત ATS ટીમ ઉત્તરપ્રદેશ જશે. જાણવા મળી રહ્યું છે કે, ગોરખનાથ મંદિરમાં કરેલા હુમલાખોરે અગાઉ જામનગરની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, આરોપી મુર્તઝા અબ્બાસી કેટલીક વેબસાઈટ સર્ચ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે. મુર્તઝા અબ્બાસી દેશવિરોધી પ્રવૃતિમાં સામેલ હોવાની આશંકા ગુજરાત ATSની ટીમ સેવી રહી છે. આરોપીના પિતાએ દાવો કર્યો કે પુત્ર માનસિક રોગી છે.
હુમલાનો આરોપીએ જામનગરની મુલાકાત લીધી હતી
યુપીના ગોરખપુર મંદિર હુમલાની તપાસમાં ઘણા ખુલાસા થયા છે. ડૉક્ટરોએ કહ્યું છે કે આરોપી અબ્બાસી મુર્તઝા માનસિક રૂપથી વિક્ષિપ્ત નથી, તે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન યુપી ATSની ટીમ અબ્બાસી મોર્તઝાનો બેકગ્રાઉન્ડ જાણવા માટે મુંબઈ પહોંચી છે. ત્યારબાદ યુપી ATSની ટીમ તપાસ માટે IIT બોમ્બે પણ જઈ શકે છે. આ દરમિયાન ATSને જાણકારી મળી હતી કે આરોપી અબ્બાસી મોર્તઝા ગુજરાતના જામનગરની મુલાકાત લીધી હતી
પોલીસ હાલ મુર્તઝાના સહયોગીઓને શોધી રહી છે
તમને જણાવી દઈએ કે, આરોપી અબ્બાસી મુર્તઝા 2 લોકો સાથે ગોરખપુર મંદિર પહોંચ્યો હતો. ઘટના સમયે તેના સાગરિતો તેને ત્યાં મૂકીને ભાગી ગયા હતા. પોલીસે બંને સાથીદારોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે મુર્તઝા પાસેથી તેનું જૂનું લેપટોપ કબજે કર્યું છે.
અબુ હમઝાનો વીડિયો જોઈને ટ્રેનિંગ લીધી
મહત્વનું છે કે, પોલીસના જણાવ્યા અનુસાર ગોરખપુર મંદિર પર હુમલો કરનાર આરોપી અબ્બાસી મોર્તઝાએ વીડિયો જોયા બાદ જેહાદની ટ્રેનિંગ લીધી હતી. ગોરખનાથ મંદિર પર હુમલો થયો તે પહેલા મુર્તઝાએ આ જ વીડિયો 300 વખત જોયો હતો. આ વીડિયો અબુ હમઝાનો જણાવવામાં આવી રહ્યો છે. આ ફાઇલ અરબી ભાષામાં અબીદ તરીકે સેવ કરવામાં આવી હતી.