બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફરી પેટ પકડીને હસી પડશો! કપિલ શર્માના બીજા શૉનું કાઉન્ટ ડાઉન શરૂ, જાણો સુનિલ ગ્રોવર હશે કે નહીં?

મનોરંજન / ફરી પેટ પકડીને હસી પડશો! કપિલ શર્માના બીજા શૉનું કાઉન્ટ ડાઉન શરૂ, જાણો સુનિલ ગ્રોવર હશે કે નહીં?

Last Updated: 06:03 PM, 12 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખુશ ખબરી.. ખુશ ખબરી.., તમારી માટે એક ખુશ ખબર છે. કોમેડી કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્મા પોતાના 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ની બીજી સીઝન લાવવા જઈ રહ્યા છે. જાણો ક્યારે અને કોનાથી થશે શરૂ..

હવે બધા જ તૈયારી કરી લો, કેમ કે પેટમાં દુ:ખવાનું શરૂ થઈ જશે, કોમેડી કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્મા ફરી એક વાર પેટમાં દુખે તેટલું હસાવીને લોટપોટ કરશે. મોસ્ટ પોપ્યુલર શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની ફરીથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ વાત સંભાળીને ફેંસની ખુશીનો પાર નથી.

kapil-sharma_2

ફરી હસાવવા આવી રહ્યા છે કપિલ

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની સીઝન 2 ટૂંક જ સમયમાં આવી રહ્યો છે. મળી આવતી માહિતી પ્રમાણે શો બનાવવા માટે ટીમ 13 ઓગસ્ટ, મંગળવારથી શુટિંગની શરૂઆત કરશે. જેમાં પહેલા એપિસોડમાં 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ'ની કાસ્ટ સ્પેશિયલ ગેસ્ટ બનીને આવી શકે છે.

પહેલા સિઝનમાં 13 એપિસોડ હતા

વર્ષોથી સોની ટીવી પર ચાલી આવતો કપિલ શર્માનો શો લોકપ્રિય રહ્યો છે. જેની નેટફ્લિક્સ પર 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની પહેલી સીઝન બનાવાવમાં આવી હતી. નેટફ્લિક્સ પર 30 માર્ચ 2024નાં રોજ કપિલનો પહેલો એપિસોડ લાઇવ કરવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લા એપિસોડનું પ્રસારણ 22 જુન 2024એ કરવામાં આવ્યું હતું. કપિલના કોમેડી શોમાં પહેલી સિઝનમાં ફક્ત 13 એપિસોડ હતા.

kapil

કપિલની પહેલી સીઝનનો રિસ્પોન્સ કેવો હતો?

કપિલના દરેક શોની જેમ આ શોમાં પણ ફેંસે ખુબ પસંદ કર્યો હતો, પરંતુ અમુક લોકોએ શો રીપીટેટીવ કહીને ક્રિટીસાઇઝ પણ કર્યો હતો. લોકોએ એમ પણ કહ્યું હતું કે શોમાં કંઈ નવુ નથી, આમ બંને બાજુનો રિસ્પોન્સ મળ્યો હતો. જેના કારણે અફવા ઉડવા લાગી હતી કે હવે 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ની બીજી સીઝન આવશે નહી. ત્યારે મેકર્સે જણાવ્યું હતું કે આ શોની બીજી સીઝન આવશે, જે તેમને સાચી સાબિત કરી. જો કે લોન્ચ ડેટ અત્યાર સુધી જાહેર કરવામાં નથી આવી, પણ શો બનાવવાની શરુઆત ૧૩ ઓગસ્ટથી કરવમાં આવશે.

PROMOTIONAL 10

સુનીલ ગ્રોવર 7 વર્ષ પછી પાછા ફર્યા

સુનીલ ગ્રોવરની 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' માં એન્ટ્રી ખુબ ચર્ચામાં રહી હતી. કપિલ અને સુનીલ ગ્રોવરનો ઝગડો થયા પછી 7 વર્ષે સુનીલ કપિલના શોમાં આવ્યા હતા, બંનેને એક સાથે જોઇને ફેંસ ખુબ ખુશ થયા હતા.

વધુ વાંચો: શું બિગ બોસની 18મી સિઝનને સલમાન ખાન હોસ્ટ નહીં કરે? તો કોણ કરશે? તારક મહેતાનો આ લોકપ્રિય ચહેરો!

છેલ્લી સિઝનમાં સુનીલ ગ્રોવર સાથે કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, અર્ચના પુરન સિંહ અને રાજીવ ઠાકુર જોવા મળ્યા હતા. સુત્રો દ્વારા એમ જણાવવામાં આવે છે કે 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ' નાં કાસ્ટ સાથે સીઝન 2ની શરૂઆત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kapil Sharma Season 2 The Great Indian Kapil Show
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ