બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા'શોની રિલીઝ ડેટ જાહેર, આ તારીખથી OTT પર સ્ટ્રીમ થશે 'ફનિવાર'
Last Updated: 07:59 PM, 11 September 2024
કપિલ શર્માના ફેન્સ માટે ખુશખબરી છે, કારણ કે કૉમેડિયન કપિલ શર્માએ પોતાના શોની નવી સીઝનની તારીખની ઘોષણા કરી દીધી છે. "દ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા" શો આ મહિને 21મીએ શરુ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
કપિલે સોશિયલ મીડિયા પર એક પ્રોમો વિડિયો શેયર કર્યો
આ જાહેરાત સાથે કપિલે સોશિયલ મીડિયા પર એક પ્રોમો વિડિયો પણ શેર કર્યો છે, જેમાં બધા સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળે છે. પ્રોમો વિડીયોમાં મસ્તી પ્રોમોમાં કપિલ બધાને પૂછે છે કે, "કોઈને કોઈ આઈડિયા આવ્યો કે નહીં? ખાઈ-પીને બેસી ગયા છો." ત્યારે અર્ચના પૂરણ સિંહ કહે છે, "દરેક શનિવારે જ્યારે આપણો શો આવે ત્યારે તે એટલો ફની હોવો જોઇએ કે લોકો શનિવારને ફનિવાર કહે " પછી દરેક સ્ટાર્સ પોતપોતાની વાત રજૂ કરે છે. આ મજેદાર પ્રોમો જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે અને સ્પષ્ટ છે કે આ વખતની સીઝન ધમાકેદાર હશે.
ADVERTISEMENT
કપિલે કર્યો પ્રોમો શેર
આ શોનો પ્રોમો કપિલ શર્માએ પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, "ફનથી તમારા શનિવારને ફનીવાર બનાવવા અમે આવી રહ્યા છીએ 21 સપ્ટેમ્બરથી. તમે પણ તૈયાર થઈ જાવ કપિલ શર્માને નેટફ્લિક્સ પર જોવા માટે."
ફેન્સમાં ઉત્સાહ
કપિલ શર્માના આ અનાઉન્સમેન્ટ બાદ ફેન્સ સતત પ્રોમો પર કોમેન્ટ્સ કરી રહ્યા છે અને વખાણ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "અમે હવે વધુ રાહ નથી જોઈ શકતા." તો બીજા યૂઝરે લખ્યું, "કૉમેડી થશે જી કોમેડી ." ધ્યાનમાં રાખવું કે, કપિલ શર્માનો શો અગાઉ પણ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો હતો, જેમાં 13 એપિસોડ આવ્યા હતા અને તે પછી શો બંધ થઈ ગયો હતો.હવે જોવું રહેશે કે આ વખતનો શો કેટલો સફળ રહે છે.
આ પણ વાંચોઃ રિવિલિંગ આઉટફિટમાં અવનીત કૌરે આપ્યા કિલર પોઝ, આકર્ષક લુક્સ જોઇ ફેન્સ ઘાયલ, જુઓ Photos
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.