બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અમદાવાદ / The government school in Satimal village of Navsari is dilapidated

જોખમી ભણતર / ગુજરાતના આ ગામની શાળા ગમે ત્યારે જમીનદોસ્ત થવાની ભીતિ, રજૂઆત છતા પરિણામ નહીં

Vishnu

Last Updated: 12:42 AM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી સમયે નેતાઓને વચન આપતા પણ જોયા હશે. રાત ગઈ બાત ગઈની જેમ મત મળ્યા પછી ક્યાં કોઈને જોવા આવવું છે.

  • જીવ માટે જોખમી શાળા 
  • કોવી રીતે ભણશે ભૂલકાઓ? 
  • ભયના ઓથાળ નીચે શિક્ષણ! 

ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો તો તમે ઘણા જોયા હશે. પણ માત્ર સ્લોગનોથી સંપૂર્ણ અભ્યાસ નથી મળતો. તેના માટે સારી બિલ્ડિંગ પણ જોઈએ. સુવિધા અને શિક્ષકો પણ જોઈએ. પણ સરકારી શાળાઓમાં આ બધુ ક્યાં મળે છે. 

સિસોદ્રા ગામ હાઈટેક શાળા VS   સતીમાળ ગામ જર્જરીત શાળા 
પ્રથમ દ્રશ્યમાં છે નવસારીના સિસોદ્રા ગામની સરકારી હાઈટેક શાળા, જ્યાં અંગ્રેજી માધ્યમ પણ છે. ખાનગી સ્કૈલમાં હોય તે તમામ સુવિધા અહીં છે. તો બીજા દ્રશ્યમાં છે નવસારીના સતીમાળ ગામની સરકારી શાળા. જે જર્જરીત છે. ઓરડાના ઠેકાણા નથી. વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનના રૂમમાં અભ્યાસ માટે મજબૂર છે. 

ભયના ઓથાર હેઠળ ભાવિ!
આ વરવી વાસ્તવિકતા છે. હવે આ દ્રશ્ય જુઓ. આ શાળાનો એક પિલ્લર લગભગ તૂટી ગયો છે. ઓરડાની દિવાલ જમીનમાં બેસી ગઈ છે. દિવાલમાં મોટી તિરાડ પડી છે. આ શાળા ગમે ત્યારે ધરાશાયી થાય તો પણ નવાઈ નહીં. અહીં નાના આદિવાસી સમાજના નાનાભૂલકા અભ્યાસ માટે આવે છે. પણ બાળકને ક્યાં ખબર છે કો જ્યાં બેસીને તે શિક્ષણ લે છે તે ક્યારેક તેમના જીવ માટે જોખમી પણ બની શકો છે.   ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત સહિતના અનેક બણગા ફૂંકતી આ સરકાર કંઈ જોવા જ નથી માગતી. સતીમાળ ગામની આ શાળા ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. પણ સરકાર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. શાળાના આચાર્યએ જિલ્લા પંચાયતમાં રજૂઆત પણ કરી હતી. પણ કોઈ પરિણામ ન મળ્યું.   

સરકાર કોઈ ઘટનાની જુએ છે રાહ?
છેવાડાના મનુષ્યનું નસીબ પણ છેવાડા જેવું બની ગયું છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકાર અનેક યોજનાઓ લઈને આવે છે પણ એ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. સતીમાળ ગામની શાળાની જે સ્થિતિ છે તે જોતા ત્યાં બાળકોનો અભ્યાસ શક્ય જ નથી. ગુજરાતનું ભવિષ્ય અહીં ભયના ઓથાળ નીચે શિક્ષણ લઈ રહ્યું છે. હાલ તો આચાર્યએ બાળકોને આ ઓરડામાં અભ્યાસ ન કરાવીને મધ્યાહન ભોજન ખંડમાં અભ્યાસ શરૂ કરાવ્યો છે. સરકારને રજૂઆત છતાં હજુ સુધી ઓરડાનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.   

શિક્ષણ ક્ષેત્રે વિકાસના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. શિક્ષણનો અધિકાર એ સૂત્ર પણ અહીં ખોટું સાબિત થઈ રહ્યુ છે. કેમ કે એક ઓરડાની ઘટ પડી રહી છે. તો યોગ્ય શિક્ષણ બાળકોને કેવી રીતે મળશે. ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં શાળાની સ્થિતિ અંગે સરકારે એક સર્વે કરાવવો જોઈએ. અને ત્યાં ઘટતી સુવિધાઓ પુરી પાડવા માટે જહેમત ઉઠાવવાની જરૂર છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ