The Government of India ordered serum for the vaccine, the cost of the vaccine being just that
કોવિડ ૧૯ /
ભારત સરકારે સીરમને વેક્સિન માટે ઓર્ડર આપ્યો, રસીની કિંમત માત્ર આટલી
Team VTV04:59 PM, 11 Jan 21
| Updated: 05:11 PM, 11 Jan 21
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ભારત સરકારે કોવિશિલ્ડ રસી ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. જો કે અગાઉ સીરમ વતી કહેવામાં આવ્યું હતું કે તેનું એક ઈંજેક્શન અથવા ડોઝ માર્કેટમાં 1000 રૂપિયામાં વેચવામાં આવશે, પરંતુ ભારત સરકાર માટે તેની ફાઇનલ કિમત ૨૦૦ રૂપિયા જ રાખવામાં આવી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટને મળ્યો ઓર્ડર
ભારત સરકાર માટે રસીની કિંમત માત્ર ૨૦૦ રૂપિયા રાખવામાં આવી
કોવિશિલ્ડ ઓક્સફોર્ડની રસી છે જેનું ઉત્પાદન સીરમ સંસ્થા કરે છે
ભારત સરકાર દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને કોરોના વાયરસ રસી મોકલવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સીરમ સંસ્થાના સત્તાવાર સૂત્રોએ સોમવારે આ અંગેની માહિતી આપી. DCGI એ સીરમ સંસ્થા દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ -19 રસીના કોવિશિલ્ડના મર્યાદિત ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થવા જઈ રહ્યું છે. કોવિશિલ્ડનો વિકાસ બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો છે. આ પ્રથમ રસી છે જેના માટે તબક્કો III ના ક્લિનિકલ ટ્રાયલ્સ પર વૈજ્ઞાનિક અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
બ્રિટન અને ભારતે આપી દીધી છે મંજૂરી
કોવિશિલ્ડને અત્યાર સુધીમાં બ્રિટન, મેક્સિકો અને ભારતમાં ઇમરજન્સી એક્સેસ મંજૂરીઓ મળી છે. વૈજ્ઞાનિકોએ એડિનોવાયરસના મોડેલ પર સંશોધન કર્યું છે જે આ રસી વિકસાવવા માટે ચિમ્પાન્ઝીના વાયરસનો ઉપયોગ થયો છે. કોવિશિલ્ડનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ એવી માહિતી બહાર આવી હતી કે તેનું એક ઈંજેક્શન અથવા ડોઝ માર્કેટમાં 1000 રૂપિયામાં વેચવામાં આવશે, પરંતુ ભારત સરકાર તે માત્ર ૨૦૦ રૂપિયામાં જ પડશે. આ માહિતી એસઆઈઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદર પૂનાવાલાએ આપી હતી.
એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ રસીને કોલ્ડ સ્ટોરેજની પ્રમાણમાં ઓછી જરૂર પડશે કારણ કે તેને ઓછામાં ઓછા છ મહિના સુધી સામાન્ય રેફ્રિજરેટર તાપમાન (બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ) રાખી શકાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે.
DCGI એ ૩ જાન્યુઆરીના રોજ આપી હતી મંજૂરી
મહત્વનું છે કે, 1 જાન્યુઆરીએ, એક્સપર્ટ કમિટીએ ઓક્સફર્ડ રસીના કટોકટી ઉપયોગની મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને ભલામણ કરી હતી. આ પછી, ડીસીજીઆઈએ 3 જાન્યુઆરીએ રસીના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપી હતી.