બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / The government made a big announcement regarding ITR, announced the deadline for doing this work

તમારા કામનું / ITR ને લઈને સરકારે જાહેર કર્યા મોટા આદેશ, આ કામ કરવા માટે મળશે ડેડલાઇન જાહેર

Megha

Last Updated: 03:50 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈ-વેરિફિકેશન કે આઇટીઆર-વી કાર્ડની હાર્ડ કોપી જમા કરવાના સમયની સીમાને 120 દિવસથી ઘટાડીને 30 દિવસની કરી નાખી છે. જે નિયમ 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે.

  • આઇટીઆર (ITR)ના નિયમોમાં સરકારે વધુ એક ફેરફાર કર્યો છે.
  • સરકારે  નવા ઈ-વેરિફિકેશન નિયમોમાં કડકાઇ બતાવી છે
  • સમય સીમાને 120 દિવસથી ઘટાડીને 30 દિવસની કરવામાં આવી 

આઇટીઆર (Filing ITR )ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હતી અને સરકારે આ તરીખને આગળ વધારી નથી. જો તમે આઇટીઆર (ITR)ફાઇલ નથી કર્યું તો તમારે હવે દંડ ફી સાથે આઇટીઆર ભરવું પડશે. આ વચ્ચે આઇટીઆર (ITR)ના નિયમોમાં સરકારે વધુ એક ફેરફાર કર્યો છે. સરકારે  નવા ઈ-વેરિફિકેશન નિયમોમાં કડકાઇ બતાવી છે. નાણાકીય મંત્રાલયે જારી કરેલ નોટિસ અનુસાર હવે આવા લોકોને ઈ-વેરિફિકેશન માટે ફક્ત 30 દિવસ જ મળશે. 

આદેશ અનુસાર આયકર વિભાગે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ઈ-વેરિફિકેશન કે આઇટીઆર-વી કાર્ડની હાર્ડ કોપી જમા કરવાના સમયની સીમાને 120 દિવસથી ઘટાડીને 30 દિવસની કરી નાખી છે. જે નિયમ 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે. આ બદલવાની ઘોષણા 29 જુલાઇના રોજ કરવામાં આવી હતી. 

1 ઓગસ્ટ કે તેના પછી આઇટીઆર (ITR)ફાઇલ કરવાવાળા ટેક્સપેયર માટે આ નિયમ લાગુ પડશે. સીબીડીટીના નવા નોટિફિકેશન અનુસાર હવે ઈલેક્ટ્રોનિક રીતે  રિટર્ન ભરવાની તારીખ એ જ માનવામાં આવશે જ્યારે ફોર્મ ITR-V ઈલેક્ટ્રોનિક રીતે  ડેટા ટ્રાન્સમિશનની તારીખથી 30 દિવસની અંદર સબમિટ કરવામાં આવશે.

આવકવેરા કાયદા મુજબ, 'આઇટીઆર ફાઇલ કર્યા પછી તેની ચકાસણી કરવામાં નહીં આવે તો તેને માન્ય ગણવામાં આવશે નહીં. નિયમ મુજબ તમે આને છ રીતે ચકાસી શકો છો. જો કે ITR-1, ITR-2 અને ITR-4નું ઓડિટ જરૂરી નથી. 

આ રીતે કરો આઇટીઆર (ITR) ઈ-વેરિફિકેશન - 
1. આધાર ઓટીપી દ્વારા 
2. નેટ બેન્કિંગ દ્વારા ઇ-ફાઈલિંગ એકાઉન્ટમાં લૉગઇન કરો
3. બેન્ક એકાઉન્ટ નંબર દ્વારા ઇવીસી 
4. ડિમેટ એકાઉન્ટ નંબર દ્વારા ઇવીસી 
5. સીપીસીને ITR-Vની સાઇન કોઇપી મોકલીને 

આધાર દ્વારા આઇટીઆર (ITR) ઈ-વેરિફિકેશન કરવાની રીત 
1- તમારા ઇ-ફાઈલિંગ ખાતાના એક્સેસ માટે https://www.incometax.gov.in પર જાઓ 
2- ક્લિક લિન્ક કરીને ઈ-વેરિફાઈ રિટર્નનો ઓપ્શન સિલેકટ કરો
3- તેમાં આધાર સાથે રજીસ્ટર મોબાઈલ નંબર અને ઓટીપીનો ઉપયોગ કરીને વેરીફાઈ સિલેકટ કરો. 
4- એ પછી ઓટીપી જનરેટ કરો
5- મોબાઇલમાં આવેલ 6 નંબરના ઓટીપીને દાખલ કરો. 
6- ધ્યાન રાખજો ઓટીપી ફક્ત 15 મિનિટ માટે જ માન્ય છે. 
7- હવે ફાઈલિંગ પોર્ટલ પર જે ઈમેલ અને નંબર આપવામાં આવ્યો છે તેમાં કન્ફર્મેશનનો મેસેજ મોકલો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ITR આઇટીઆર ઈ-વેરિફિકેશન ITR filing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ