બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The government issued a circular to six states and brought the worsening cases of Corona under control

ચિંતા / દેશમાં કોરોના ઉપડ્યો વાયરા વેગે, 123 દિવસ બાદ નોંધાયા 700થી વધુ કેસ, કેન્દ્રની રાજ્યોને ચેતવણી

Mahadev Dave

Last Updated: 11:11 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા છ રાજ્યોને પરિપત્ર જાહેર કરી અને કોરોનાના વકરતા કેસને નિયંત્રણમાં રાખવા અંગે ચેતવણી આપી દેવામાં આવી છે.

  • દેશભરમાં કોરોનાથી ચિંતાજનક સ્થિતિ
  • 4 માસ બાદ ફરી દેશમાં 700 થી વધુ નોંધાયા
  •  છ રાજ્યોને પરિપત્ર જાહેરઝ વકરતા કેસને નિયંત્રણમાં રાખવા ચેતવણી

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના ચિંતાજનક રીતે આંકડા વધી રહ્યા છે. જેને લઇને આરોગ્યતંત્ર દોડતું થયું છે આજે દેશમાં 123 દિવસના સૌથી વધુ દૈનિક કેસ 700 થી વધુ નોંધાયા છે. જેને લઈને નિષ્ણાતોએ આ નવા સબવેરીયન્ટ XBB 1.16 જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ આરોગ્યતંત્ર પણ હરકતમાં આવી છે અને કોરોનાના વધતા જતા કેસોને અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગમચેતીના ભાગરૂપે સરકાર દ્વારા છ રાજ્યોને પરિપત્ર જાહેર કરી અને કોરોનાના વકરતા કેસને નિયંત્રણમાં રાખવા અંગે ચેતવણી આપી દેવામાં આવી છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેસ ભૂષાણે પત્ર લખ્યો છે.જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકનો 3t ફોર્મુલા એટલે કે પરીક્ષણ,સારવાર અને ટ્રેકિંગની ઝડપી બનાવવા રસીકરણ વધારવા જણાવાયુ છે.

દેશમાં કોરોનાના 10 વેરિઅન્ટ ઉપલબ્ધ, વૈજ્ઞાનીકોએ BF.7ને લઈને ભારત માટે કર્યો  મોટો ખૂલાસો | bf7 variant of covid 19 cause a new covid wave in india  should india worry about coronavirusચાર મહિના પછી દેશમાં 700 થી વધુ કેસ નોંધાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા કોરોનાના આંકડા અનુસાર આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના 754 કેસ નોંધાયા છે. આ દરમિયાન 327 લોકો સ્વાસ્થ્ય થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો બીજી બાજુ એક વ્યક્તિનું કોરોના સંબંધિત લક્ષણને પગલે મોત નીપજ્યું છે. સામે પક્ષે સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં હાલ 4,623 કોરોનાના એક્ટિવ કેસ હોવાનું તથા લગભગ ચાર મહિના પછી દેશમાં 700 થી વધુ કેસ નોંધાયા જાહેર થવા પામે છે. આ આગાઉ 12 નવેમ્બરના રોજ 734 નવા કેસ નોંધાયા હતા. 

VTV Gujarati | Gujarat's Leading Gujarati News Channel and News Portal

તાલુકા, જિલ્લા લેવલે કાર્યવાહી કરવા તાકીદ

કોરોનાના નવા કેસની ગુજરાત અને મહારાષ્ટ્રમા ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે આરોગ્ય સચિવ દ્વારા છ રાજ્યોને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં ફેલાવો મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. આથી જોખમનું મૂલ્યાંકન કરવાની અને તેને અનુસરવાનો અભિગમ લાવવો જરૂરી બને છે. કોરોના સામે અત્યાર સુધીમાં લડતમાં મળેલી જીત ગુમાવી ન પડે તે માટે તાલુકા અને જિલ્લા કક્ષાએથી સમીક્ષા કરી અને તળિયાથી કામગીરી કરવા સૂચના અપાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

કોરોના ચેતવણી પરિપત્ર સરકાર corona
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ