The government is set to carry out reshuffle in the state bureaucracy
સાહેબ વાત મળી છે /
રાજ્યના વહીવટીતંત્રમાં આ મહત્વના ખાલી પદો પર નિમણૂકની શક્યતા, વડોદરાને મળી શકે નવા મ્યુનિ. કમિશ્નર
Team VTV04:12 PM, 11 Aug 20
| Updated: 04:21 PM, 06 Oct 20
રાજ્યમાં હાલમાં બઢતી-બદલીનો દોર ચાલી રહ્યો છે. પહેલા પોલીસવડા સહિતના પદ માટે પોલીસ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા બાદ હવે ઉચ્ચ અધિકારીઓના માળખામાં પણ મર્યાદિત ફેરફારની શક્યતા છે. આ સિવાય આગામી મહિનામાં કલેકટર અને DDO જેવા પદ પર મોટા ફેરફાર જોવા મળી શકે છે.
રાજ્યની અમલદારશાહીમાં થશે ફેરફાર
વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદો પર થશે નિયુક્તિ
પી. સ્વરૂપને વડોદરાના મ્યુનિ. કમિશનર બનાવી શકાય
રાજ્યમાં પોલીસબેડામાં મોટા ફેરફાર બાદ હવે બ્યુરોક્રેસી ( અમલદારશાહી )માં પણ નાની ફેરબદલની તૈયારી છે. હાલમાં એડીશનલ ચીફ સેક્રેટરી પી.કે પરમારની નિવૃત્તિ બાદથી જ એગ્રીકલ્ચર વિભાગના સેક્રેટરીનું પદ ખાલી પડ્યું છે. એનિમલ હસબન્ડ્રી સેક્રેટરી મનીષ ભારદ્વાજ હાલમાં તેનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.
આ જ રીતે GNFCના એમ.ડી M S Dagurનો કાર્યકાળ પણ પૂર્ણ થઇ જતા તે હોદ્દો હાલ ખાલી છે અને વર્તમાન ચીફ સેક્રેટરી (ફાયનાન્સ ) પંકજ જોશી તે પદનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.
આટલું જ નહીં પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ તેમ જ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સના પ્રિન્સિપલ સેક્રેટરીનું પદ પણ વધારાના ચાર્જ પર ચાલી રહ્યું છે. હાલમાં એડીશનલ ચીફ સેક્રેટરી ( GAD ) કમલ દાયાણી પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગનો જ્યારે ચીફ સેક્રેટરી (ACS) CMO મનોજ કુમાર દાસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ વિભાગનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે. આ સિવાય GMDCના MD અરુણ કુમાર સોલંકી જિયોલોજી એન્ડ માઈન્સનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.
સરકારના એક ઉચ્ચ અધિકારીએ VTVને જણાવ્યું કે 'કલેકટર અને DDOમાં મોટા પ્રમાણમાં ફેરફાર એક મહિના પછી થશે. જ્યારે ઉચ્ચ અધિકારીઓના ચાર્જમાં મર્યાદિત ફેરફાર કરવામાં આવશે.'
એક વર્ષ અભ્યાસ માટે રજા બાદ પરત આવેલ 2003ના ગુજરાત કેડરના પી. સ્વરૂપને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અથવા જિયોલોજી એન્ડ માઈન્સ વિભાગના કમિશનર બનાવી શકાય છે