The government is providing financial assistance of 2.5 lakh rupees on getting married, the couple gets the benefit
કામની વાત /
લગ્ન કરવા પર સરકાર કરી રહી છે 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય, આ કપલને મળે છે લાભ
Team VTV04:51 PM, 03 Feb 23
| Updated: 08:29 AM, 04 Feb 23
જો તમે પણ આંતરજ્ઞાતિય લગ્ન કરવા માંગો છો, તો તમે સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકો છો, ચાલો જાણીએ કેવી રીતે..
આંતરજ્ઞાતિય લગ્ન કરવા પર સરકાર તરફથી મળી શકે છે આર્થિક મદદ
આંતરજ્ઞાતિય લગ્ન કરવા પર સરકાર આપે છે 2.5 લાખ રૂપિયા
શું છે આ સ્કીમ? જાણો
એક સમય એવો આવે છે જ્યારે લોકો એકથી બે થઈ જાય છે એટલે કે તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. આજના સમયમાં એરેન્જ્ડ મેરેજ સિવાય લોકો લવ મેરેજ પણ કરે છે. એટલું જ નહીં એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો સાથે લગ્ન પણ કરે છે પણ ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે લોકો આંતરજ્ઞાતિય લગ્નને તેમની સંકુચિત માનસિકતાથી જુએ છે. ભારતમાં જ ઘણા યુવક-યુવતીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરવા માંગે છે પણ તેમને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આંતરજ્ઞાતિય લગ્ન કરવા માંગો છો, તો તમે સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકો છો. તો આવો જાણીએ આ કેવી રીતે થશે.
આંતરજ્ઞાતિય લગ્ન કરવા પર સરકાર તરફથી મળી શકે છે 2.5 લાખ રૂપિયા
શું છે આ સ્કીમ?
તમને જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે ડૉ. આંબેડકર ફાઉન્ડેશન. આ યોજના હેઠળ એવા યુગલોને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે છે.
આ બાબતો ખાસ જાણી લો
-જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારા લગ્ન આંતર-જ્ઞાતિય હોવા જોઈએ.
-છોકરો કે છોકરીમાંથી એક દલિત સમાજનો હોવો જોઈએ અને બીજો દલિત સમાજની બહારનો હોવો જોઈ.
-જો તમે આંતર-જ્ઞાતિય લગ્ન કરી રહ્યા છો તો નિયમો અનુસાર, તમારા લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ 1995 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ.
-આ સિવાય તમે લગ્નની નોંધણી માટે એફિડેવિટ દાખલ કરી શકો છો
-પ્રથમ વખત લગ્ન કરનાર દંપતીને જ યોજનાનો લાભ મળે છે.
-બીજા કે તેથી વધુ લગ્ન કરનારા લોકો આ લાભ મેળવી શકતા નથી.
કેવી રીતે અરજી કરી શકાય?
જો તમે પણ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે અને તમે પણ આંબેડકર યોજનામાં અરજી કરવા માંગો છો, તો આ માટે તમારે લગ્નના એક વર્ષની અંદર ડૉ. આંબેડકર ફાઉન્ડેશનમાં અરજી કરવાની રહેશે.