બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 04:55 PM, 1 November 2019
ADVERTISEMENT
કોંગ્રેસનાં નેતા પાલ આંબલિયાએ સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે
કમોસમી વરસાદ સામે વળતર માટે રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલાં ટોલ ફ્રી નંબર લાગતા નથી. જેનાં કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યાં છે. આ સ્થિતિને જોઈતાં કોંગ્રેસનાં નેતા પાલ આંબલિયાએ સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે.
ADVERTISEMENT
લેખિતમાં રજૂઆત કરવાની વાતને સરકારે કેમ છુપાવી છે?
પાલ આંબલિયાએ સરકાર સામે સવાલ કર્યા છે કે, સરકાર દ્વારા ખેડૂતોને કેમ અધુરી માહિતી આપવામાં આવે છે? વીમા કંપનીઓને પાકનાં નુકશાનને લઈને તેનાં વળતર માટે રૂબરૂ અરજી કરવાની વાત સરકાર દ્વારા કેમ છુપાવવામાં આવી છે? તાલુકા વિસ્તરણ અધિકારી અને વીમા કંપનીને લેખિતમાં રજૂઆત કરવાની વાતને સરકારે કેમ છુપાવી છે? સાથે જ સાથે તેમણે જણાવ્યું હતું કે, ખોટા નંબર જાહેર કરીને સરકાર દ્વારાં ખેડૂતોને ગેર માર્ગે દોરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.