બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / The government changed this rule for police and LRD recruitment exams; acceptance demand of the examinees

ઉત્સાહ બેવડાયો / પોલીસ અને LRD ભરતી પરીક્ષા માટે સરકારે બદલ્યો આ નિયમ;પરીક્ષાર્થીઓની સ્વીકારી માંગ

Kavan

Last Updated: 09:30 PM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારની પોલીસ અને LRDભરતી માટે  મહત્વપૂર્ણ નિર્ણય લઇ રાજ્ય સરકારે પરીક્ષાર્થી વિધાર્થીઓની માંગને સ્વીકારી લેતા યુવા પરિક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ

  • પોલીસ ભરતી માટે સરકારે બદલ્યો નિર્ણય 
  • ભરતી પ્રક્રિયાના નિયમમાં  કર્બયો મોટો બદલાવ
  • શારીરિક કસોટી પાસ, તો સીધા જ લેખિત પરીક્ષામાં  

ગુજરાત સરકારની પોલીસ અને LRDભરતી માટે  મહત્વપૂર્ણ નિર્ણય લઇ રાજ્ય સરકારે પરીક્ષાર્થી વિધાર્થીઓની માંગને સ્વીકારી લેતા યુવા પરિક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.રાજ્ય સરકારના વિભાગે પોલીસ અને LRDની સીધી ભરતી માં 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો છે અને શારીરિક કસોટી પાસ કરતાં સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે

માત્ર શારીરિક ક્ષમતાથી જ મેરીટ બનાવાશે તો નોલેજેબલ ઉમેદવારો મળવા મુશ્કેલ !

માત્ર શારીરિક ક્ષમતાથી જ મેરીટ બનાવાશે તો નોલેજેબલ ઉમેદવારો મળવા મુશ્કેલ બનશે, નિશ્ચિત સમયમાં દોડ પૂર્ણ કરનાર તમામ ઉમેદવારો સક્ષમ જ હોય છે. અગાઉ દોડમાં જે નિશ્ચિત સમયમાં પાસ થતા હતા તે તમામનો આગામી કસોટીમાં સમાવેશ થતો હતો. પરંતુ હાલ જે પાસ થશે એમાં પણ મેરીટ બનાવાશે એવો બદલાવ કરાયો છે, જે યોગ્ય નથી. ઉમેદવારોની સરકારને વિનંતી છે કે એમાં વિચારણા કરી નિયમમાં બદલાવ કરે. 

સાથે જ યુવાનો આશા રાખી રહ્યાં છે કે, આ ભરતી પ્રક્રિયા કોઇ પણ વિઘ્ન કે વિવાદ વિના પારદર્શક રીતે પૂર્ણ થાય. સરકારે 100 દિવસમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની જાહેરાત કરી છે. ત્યારે ઉમેદવારો પણ પોતાને આગામી 100 દિવસ માટે એકદમ ફીટ અને તૈયાર રાખવા માટે મહામહેનત કરી રહ્યાં છે.આરામ ત્યજીને પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

5km 25 મિનિટમાં દોડી જનારા તમામને આપો તક

પોલીસ ભરતીમાં તૈયારી કરતા યુવાનો માની રહ્યા છે કે દોડમાં ઉંચા માર્કસ મેળવનાર ઉમેદવારોના 15 ગણા વધુ ઉમેદવારોને લેખીત પરીક્ષા માટે તક આપવામાં આવે છે, આવું ન હોવું જોઇએ. પરંતુ આ પ્રક્રિયાથી ઉમેદવારો નિરાશ છે તેઓનું કહેવુ છે કે ભાઈઓ માટે પાંચ કિલોમીટર દોડ માટે 25 મીનીટનો સમય હોય છે અને 25 મીનીટમાં જે ઉમેદવારો દોડ પુર્ણ કરે તેમને તમામને તક મળવી જોઈએ. પુરષ ઉમેદવાર 25 મિનિટમાં 5 km અને 9.30 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરનાર મહિલા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ બનાવાશે. અગાઉ દોડમાં પાસ થનાર ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નહોતું બનાવાતું. તેમનો સીધો સમાવેશ આગામી કસોટી માટે કરાતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

lrd ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નિયમ બદલાયા પોલીસ ભરતી રાજ્ય સરકાર લેખિત પરીક્ષા શારીરિક કસોટી ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ