બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF ખાતાધારકો માટે મહત્વના સમાચાર, પૈસા ઉપાડવાથી લઈ પગાર મર્યાદા, સરકાર લઈ શકે મોટા નિર્ણય
Last Updated: 09:39 PM, 4 December 2024
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) માહિતી આપી છે કે તે EPFO 3.0 હેઠળ ઘણા મોટા અપડેટ કરી શકે છે. જેમાં ઓર્ગનાઇઝેશન PF હોલ્ડર્સને ઘણી સારી સુવિધાઓ આપવામાં માટે વિચારી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે આ બદલાવો હેઠળ યૂહર્સને સરળ એક્સેસ અને ફ્લેક્સિબિલિટી મળશે. જેમાં ATM- ઈનેબલ વિડ્રોલ, કરંટ કોન્ટ્રીબ્યુશન કેપને દૂર કરી અને પેન્શન કન્વર્ઝેશન જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે. તો ચાલો આ બદલાવો વિશે વિગતે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
ATM-ઇનેબલ PF વિડ્રોલ
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, લેબર મિનિસ્ટ્રી આવનાર સમયમાં એક કાર્ડનો ઓપ્શન લાવવા વિચારી રહ્યું છે, જે હેઠળ તમે પોતાના PFના પૈસા ATMના માધ્યમે ઉપાડી શકશો. જણાવી દઈએ કે આ સુવિધા હેઠળ તમે તમારી PFના કુલ 50% જ ઉપાડી શકો છો. મળતી માહિતી પ્રમાણે આ સુવિધાને 2025માં મે અને જૂન વચ્ચે શરૂ કરવામાં આવી શકે છે.
એમ્પલોઇ કોન્ટ્રીબ્યુશનમાં લિમિટ થશે દૂર
આ સાથે ઓર્ગનાઈઝેશન એમ્પલોઇ કોન્ટ્રીબ્યુશનમાં પણ જરૂરી બદલાવ કરવાનું વિચારી રહ્યા છે. આ હેઠળ આ કિંમત પર 12% ની લિમિટ દૂર કરવામાં આવશે. એટલે કર્મચારી પોતાની મરજી મુજબ PFમાં વધારે પૈસા કપાવી શકે છે. તે પોતના ફ્યુચર માટે વધારે પૈસા બચાવી શકે છે. જોકે આ કોન્ટ્રીબ્યુશન કર્મચારીઓના પગારના આધારે નક્કી કરવામાં આવશે.
પેન્શન કન્વર્ઝશન ઓપ્શન
સરકાર કર્મચારીઓને પોતની PF સેવિંગને પેન્શનમાં બદલવાનું વિચારી રહી છે. જણાવી દઈએ કે આની માટે કર્મચારીની પરમીશન લેવામાં આવશે, જેથી રિટાયરમેન્ટ બાદ તેમને ફાઈનેન્શિયલ જરૂરિયાતો પૂરી કરવામાં સરળતા રહેશે.
વધુ વાંચોઃ તમારું લાઈટ બિલ આવશે ઝીરો! PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાણો A ટુ Z માહિતી
પગાર લિમિટમાં વધારો
મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર EPF સ્કીમ એલીજીબીલીટી માટે પગાર લિમિટ વધારવા પર લિમિટ કરી રહી છે. જણાવી દઈએ કે આ સપ્ટેમ્બર 2024 બાદ પહેલું સંશોધન હશે. સપ્ટેમ્બરમાં કરાયેલા બદલાવ હેઠળ પગાર વધારો 6,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.