વલસાડ: યુવતીને કામ આપવાની લાલચે બોલાવી તેના જ પરિચિત દ્વારા કરાયો ગેંગરેપ

By : krupamehta 09:14 AM, 14 June 2018 | Updated : 09:29 AM, 14 June 2018
રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવતા સનસની મચી જવા પામી છે. 
વલસાડ જિલ્લામાં એક યુવતી પર તેના જ પરિચિત દ્વારા ગેંગરેપ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે પોલીસે ગણતરીના જ કલાકોમાં ગેંગરેપના આરોપીઓની ધરપકડ કરીને યુવતીને  સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવતીને તેના જ પરિચિત દ્વારા તિથલ રોડ પર આવેલી કોલેજની પાછળના જંગલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પરિચિતે અન્ય ચાર સાગરીતો સાથે મળી ગેંગરેપ આચર્યો હતો. ઘટના બાદ પીડિતા બાજુની સોસાયટીમાં ગઈ અને વોચમેન પાસે મદદ માગી. ત્યાંથી પીડિતાએ મોબાઈલથી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટનાના પગલે આરોપીઓની ધરપકડ કરી છે. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પીડિતા કેટરીંગમાં મજૂરીકામ કરતી હતી. તેના પરિચિતે પીડિતાને કામ આપવાની લાલચે બોલાવી હતી અને બાદમાં આ દુષ્કર્મ આચર્યું હતું. 

પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ પીડિતા દ્વારા કરવામાં આવી છે.  Recent Story

Popular Story