બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / The girl sat on the young man with a knife to commit murder, wounded him on the neck

ઘટના કેદ / મર્ડર કરવા છરી લઈને યુવક પર ચડી બેઠી યુવતી, ગરદન પર કર્યો ઘા, માંડ માંડ બચેલા વડોદરાના યુવકનો વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 09:01 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં મકરપુરામાં સાંજના સુમારે એક યુવતિ દ્વારા ધારદાર હથિયારથી યુવક પર હીંચકારો હુમલો કર્યો હતો. ત્યારે યુવતિ દ્વારા કરવામાં આવેલ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો.

  • વડોદરાના મકરપુરામાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક યુવતીનો હુમલો
  • યુવકની હત્યા કરવાના ઇરાદે યુવતીએ હથિયારથી હુમલો કર્યો
  • યુવતીના હુમલાથી બચવાના પ્રયાસનો યુવકનો વીડિયો આવ્યો સામે

વડોદરાના મકરપુરમાં એક યુવતિ દ્વારા યુવકની હત્યા કરવાનાં ઈરાદે યુવક પર હુમલો કર્યો હતો. ત્યારે યુવતીનાં હુમલાથી બચવાનો પ્રયાસ કરતો વીડિયો પણ વાયરલ થવા પામ્યો છે.

યુવતીના હુમલાથી બચવાના પ્રયાસનો યુવકનો વીડિયો આવ્યો સામે
સાંજના સુમારે અચાનક યુવતિએ યુવક પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.ત્યારે વડોદરાનાં મકરપુરામાં આમ્રપાલી કોમ્પ્લેક્ષ નજીક યુવતીએ હુમલો કર્યો હતો યુવકની હત્યા કરવાનાં ઈરાદે યુવતીએ હથિયારથી હુમલો કર્યો હતો. યુવતીના હુમલાથી બચવા યુવક પ્રયાસ કરતો વીડિયો વાયરલ થવા પામ્યો છે. ત્યારે આ ઘટનામાં યુવકના ગરદનના ભાગે પહોંચી  ઈજા. યુવકને ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી

ત્યારે યુવતિ યુવક પર હુમલો કરતા યુવકને ગળાનાં તેમજ હાથનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે યુવકને ઘાયલ કર્યા બાદ યુવતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Police girl assaulted vadodara youth injured પોલીસ યુવક ઈજાગ્રસ્ત યુવતિનો હુમલો વડોદરા vadodra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ