મેટ્રો 'ઈન્સ્ટાગ્રામ રીલ્સ' બનાવનારનો ફેવરેટ અડ્ડો બની ગયો છે. જી હાં, આ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અમુક યાત્રી સફર કરવા નહીં પરંતુ રિલ્સ બનાવવા માટે ચડે છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો છે જેમાં યુવકો રીલ્સ બનાવવા માટે મેટ્રોમાં અજીબોગરીબ કારનામા કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક યુવક ખૂબ જ વાયરલ થયો હતો. તે મેટ્રોમાં બંડી અને ટાવલ લપેટીને ઘુસી ગયો હતો.
આટલું જ નહીં તે ચાદર લઈને મેટ્રોની સીટ પર પણ સુઈ ગયો હતો. આ કડીમાં હવે એક યુવતીનો વીડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. આ યુવતી 'ભૂલ ભુલૈયા'ની મંજુલિકા બનીને મેટ્રોમાં ચડી ગઈ. તેના બાદ જે થયું તે કેમેરામાં કેદ થઈ ગયું. તમે પણ જુઓ આખરે યુવતીને મંજુલિકાના ગેટઅપમાં જોઈને પબ્લિકનું કેવું રિએક્શન આવ્યું.
આજકાલ મેટ્રોમાં આવું શું થઈ રહ્યું છે?
આ વીડિયો ઈન્ટાગ્રામ પેજ the.realshit.gyan પરથી 23 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 50 હજારથી વધારે લાઈક્સ મળી ચુકી છે. આ ક્લિપમાં આપણે એક યુવતીને 'મંજુલિકા'ના ગેટઅપમાં મેટ્રોમાં ટ્રાવેલ કરતા જોઈ શકીએ છીએ. જે મંજુલિકાની જેમ જ એક્ટિંગ કરીને યાત્રીઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે.
તે મોબાઈલમાં વ્યસ્ત એક યુઝરની પાસે જાય છે અને તેને ધક્કો આપવા લાગે છે. શખ્સ જેવો તેનો ડરાવનો લુક જોવે છે તે ખૂબ જ ગભરાઈ જાય છે અને સીટ છોડી દે છે. ત્યાર બાદ મંજુલિકા તે સીટ પર બેસી જાય છે. તેને લઈને તમામ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુકે કહ્યું કે મેટ્રોમાં આ બધુ શું ચાલી રહ્યું છે? અમુક લોકો લખે છે કે યુવતી તો ખૂબ જ સારી એક્ટિંગ કરે છે. જ્યારે અમુકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આ રીતે હરકતો કરવી ખોટી ગણાવી.
જણાવી દઈએ કે અક્ષય કુમારની ભુલ ભુલૈયા વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. તેમાં મંજુલિકાની ભુમિકા નિભાવનાર વિદ્યા બાલ હતી. જેને પબ્લિકે ખૂબ જ પસંદ કરી હતી. જણાવી દઈએ કે ભુલ ભુલૈયા-2માં કાર્તિક આર્યન જોવા મળ્યો હતો.