બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Gandhinagar Sessions Court will sentence Asaram today in the rape case

સુનાવણી / દુષ્કર્મ કેસમાં આજે આસારામ દંડાશે: 11 વાગ્યે ગાંધીનગર સેશન્સ કોર્ટ કરશે સજા-એ-એલાન, વકીલે કહ્યું વધુમાં વધુ સજા અપાવીશું

Malay

Last Updated: 07:39 AM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સેશન્સ કોર્ટ દુષ્કર્મના કેસમાં આજે સવારે 11 વાગ્યે આસારામને સજા સંભળાવશે. ગઈકાલે કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે.

  • આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં દોષિત 
  • 11 વાગ્યે કોર્ટ આસારામને સજા સંભળાવશે
  • વધુમાં વધુ સજા મળે તેવા પ્રયત્ન કરીશુંઃ વકીલ

આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે. વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આજે સવારે 11 વાગ્યે કોર્ટ આસારામને સજા સંભળાવશે. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો છે. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરિક શોષણ થયું હોવાનો આરોપ છે.

Asaram Opposite crime case: Police reached Ahmedabad's Motera Ashram

કોની કોની સામે નોંધાયો હતો ગુનો?  

  • આસારામ ( આસારામ સિવાય અન્ય નિર્દોષ)
  • ભારતી (આસારામની પુત્રી)
  • લક્ષ્મીબેન (આસારામના પત્ની)
  • નિર્મલાબેન લાલવાણી 
  • મીરાબેન કાલવાણી
  • ધૃવીબેન બાલાણી
  • જસવંતીબેન ચૌધરી

સોમવારે કોર્ટે આપ્યો હતો દોષિતનો ચુકાદો
મહત્વનું છે કે, સુરતની મહિલાએ આસારામ વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લગાવ્યા બાદ સુરતમાં 2013માં આસારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, બાદમાં તે કેસ ચાંદખેડા ટ્રાન્સફર થયો હતો. આ તરફ ચાંદખેડા કેસ ટ્રાન્સફર થતા ગાંધીનગરની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. સોમવારે બપોરે 3 વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો છે અને બાકીના છ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આશારામને આજે કોર્ટ 11 વાગ્યે સજા સંભળાવશે.

આસારામ સામે કેસ શું છે?
આસારામ વધુ એક દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર
ગાંધીનગર કોર્ટે વધુ એક દુષ્કર્મના કેસમાં આસારામને ઠેરવ્યો દોષિત
2013માં આસારામ સામે સુરતની એક યુવતીએ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
કોર્ટ દુષ્કર્મ મામલે આસારામને આજે સંભળાવી શકે છે સજા
આ કેસમાં અન્ય 6 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને અનેક કલમો હેઠળ દોષી ઠેરવ્યો
આસારામ પર 376(2)C, 377, 354, 342, 357 સહિત 506(2) અંતર્ગત કલમો નોંધાઈ
આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં કરીશું પ્રયાસઃ વકીલ

વકીલે વધુ માહિતી આપતા કહ્યું કે, આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કલમ 342 ગેરકાયદે અટકાયત, કલમ 357 શારીરિક ઈજા, કલમ 376, 377 હેઠળ આરોપીને કોર્ટે દોષિત ગણાવ્યા છે. આસારામને વધુમાં વધુ સજા મળે તેવા પ્રયત્ન કરશુ.

Tag | VTV Gujarati

પીડિતાના શું છે આરોપ? 
ગુરુપૂર્ણિમાના દિવસે આસારામે મને વક્તા તરીકે પસંદ કરી હતી
ત્યારબાદ આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા પર બોલાવવામાં આવી હતી
આશ્રમના અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા
જ્યાં આસારામે મને હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી 
બાદમાં મને ઘીની વાટકી મંગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું
માલિશ કરતા સમયે આસારામે શરૂ કર્યા હતા અડપલાં 
મેં ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ આસારામે મને સમર્પણ કરવા માટે કહ્યું
બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ આસારામે અકુદરતી રીતે પણ કર્યું હતું દુષ્કર્મ

છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Asaram Rape Case Sessions court gandhinagar sentence આસારામ દંડાશે ગાંધીનગર સેશન્સ કોર્ટ દુષ્કર્મ કેસ ASHARAM CASE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ