બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / The Fugitive Sandesara Bandhu Owns Nigeria's Largest Oil Company

વિદેશમાં લીલાલહેર / લો બોલો! છે ને જલસા: આ છે ભારતીય બેંકોને કરોડોનો ચૂનો લગાડનાર સાંડેસરા બ્રધર્સ, આજે છે નાઇજીરીયામાં કરોડોની કંપનીના માલિક

Malay

Last Updated: 09:47 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બેંકો સાથે રૂ.14 હજાર કરોડની છેતરપિંડી આચરીને વર્ષ 2017માં દેશ છોડીને ભાગી ગયેલા સાંડેસરા બંધુઓ નાઇજીરીયાની સૌથી મોટી કંપનીના માલિક બની ગયા છે. તેમની કંપનીઓના ટેક્સ નાઇજિરિયન સરકારની આવકમાં 2% ફાળો આપે છે.

 

  • સાંડેસરા બંધુઓએ વિદેશમાં સામ્રાજ્ય ઉભું કર્યું
  • ભાગેડુ નાઇજીરીયાની સૌથી મોટી કંપનીના માલિક
  • ભારતીય બેંકો સાથે આચરી હતી છેતરપિંડી

વડોદરાના ભાગેડુ સાંડેસરા બ્રધર્સે વિદેશમાં મોટું સામ્રાજ્ય ઉભું કર્યું કરી દીધું છે. ભારતીય બેંકો સાથે રૂ.14 હજાર કરોડની છેતરપિંડી આચરીને વર્ષ 2017માં દેશ છોડીને ભાગી ગયેલા સાંડેસરા બંધુઓ નાઇજીરીયાની સૌથી મોટી કંપનીના માલિક બની ગયા છે. નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ નાઇજીરીયામાં સ્ટર્લિંગ એક્સપ્લોરેશન અને સ્ટર્લિંગ ગ્લોબલ ઓઇલ રિસોર્સ કંપની બનાવી છે. ભાગેડુ બંધુઓની કંપની દરરોજનું 50 હજાર બેરલ તેલનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં આ બંને ભાઈઓએ હજુ એક યુનિટ સ્થાપવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવા યુનિટની સ્થાપના બાદ તેલનું ઉત્પાડન બમણું એટલે કે 1 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ શકે છે. તેમની કંપનીઓના ટેક્સ નાઇજિરિયન સરકારની આવકમાં 2% ફાળો આપે છે.

sterling-biotech-bank-loan-fraud-case-ed-attaches-sandesara-group-properties-worth-rs-5k-cr

વિવિધ બેંકો પાસેથી લીધી હતી 14 હજાર કરોડની લોન
ગુજરાત સ્થિત ફોર્મા કંપની વડોદરાનો સાંડેસરા પરિવાર ચલાવતો હતો. આરોપ છે કે ફોર્મા કંપનીના પ્રમોટર્સ, સાંડેસરા બંધુઓ નીતિન અને ચેતને 14 હજાર કરોડ રૂપિયાની બેંક લોન લીધી હતી. જે બાદ બંને ભાઈઓ દેશમાંથી ભાગી ગયા હતા. સરકારે તેમને ભાગેડું જાહેર કર્યા છે. સાંડેસરા બંધુઓએ સ્ટર્લિંગ બાયોટેકના નામે આ લોન લીધી. આ લોન આંધ્ર બેંકની આગેવાની હેઠળના બેંકોના જૂથે આપી હતી. પરંતુ તેણે તે જાણી જોઈને ચૂકવી નહોતી. સીબીઆઈએ આખરે ઓક્ટોબર 2017માં બેંકોની ફરિયાદ પર ફાર્મા કંપનીના પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. 

બનાવટી દસ્તાવેજોથી લીધી હતી લોન
સાંડેસરા બંધુની સ્ટર્લિંગ બાયોટેક કંપનીએ બેંકો સાથે રૂા.14000 કરોડની ઠગાઇ કરતાં આ આર્થિક કૌભાંડની તપાસ સીબીઆઇ દ્વારા શરૂ કરવામાં આવી હતી. CBIની તપાસમાં સામે આવ્યું હતું કે, આ બંને ભાઈઓએ બેંકો પાસેથી રૂ. 14 હજાર કરોડની લોન લેવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો આપ્યા હતા. ઉપરાંત વિદેશમાં અન્ય વ્યવસાયોમાં નાણાં પણ રોક્યા હતા. 2017માં જ સાંડેસરા બ્રધર્સ દેશ છોડીને ભાગી ગયા હતા.

સાંડેસરા બ્રધર્સને જાહેર કર્યા હતા ભાગેડું 
આ આર્થિક કૌભાંડની તપાસ ઇડી તેમજ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને ઇડીની અરજી ઉપર દિલ્હીની અદાલતમાં બન્ને પક્ષે દલીલો થયા બાદ ન્યાયાધીશે નીતીની સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને ભાગેડુ જાહેર કર્યાં હતા. 

વિવિધ એજન્સીઓ દ્વારા શરૂ કરાઈ હતી તપાસ
ઉલ્લેખનીય છે કે, ભારતની બેંકોમાંથી હજારો કરોડની લોન લેવામાં આવ્યાં બાદ માતબર રકમ વિવિધ દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું પણ જણાંતા વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Sandesara Bandhu Vadodara news ભાગેડુ મોટી કંપની ઉભી કરી વડોદરા ન્યૂઝ સાંડેસરા બંધુ સાંડેસરા બ્રધર્સ vadodara news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ