The former minister who resigned from the Modi government on the issue of farmers has now targeted Rahul Gandhi
રાજનીતિ /
ખેડૂતોના મુદ્દે મોદી સરકારમાંથી રાજીનામું ધરી દેનાર પૂર્વ મંત્રીએ હવે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
Team VTV10:14 PM, 15 Jan 21
| Updated: 10:20 PM, 15 Jan 21
પંજાબના શિરોમણી અકાલી દળની નેતા હરસિમરત કૌર બાદલે આજે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે અમે જે સવાલો રાહુલ ગાંધીને પૂછ્યા છે, તેઓ પહેલા તેનો જવાબ આપી દે પછી ખેડૂતોના મુદ્દે વાતચીત કરે.
હરસિમરત કૌરે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
પંજાબના અકાલી દળના નેતા છે હરસિમરત કૌર
મોદી સરકારમાંથી કૃષિ કાયદાના મુદ્દે રાજીનામું આપઇ દીધું હતું
આજે ખેડૂત આંદોલનને સમર્થનમાં કોંગ્રેસે દિલ્હીમાં રાજભવનને ઘેરો ઘાલ્યો હતો, આ કૂચનું નેતૃત્વ રાહુલ ગાંધીએ કર્યું હતું, અને મહત્વનું છે કે રાહુલ ગાંધી કૃષિ કાયદાને લઈને પહેલાથી મોદી સરકાર પર નિશાન સાધતાં રહ્યા છે, જો કે પંજાબના નેતા હરસિમરત કૌરે આજે રાહુલ ગાંધી પર નિશાન સાહતા કહ્યું હતું કે અમે જે સવાલો રાહુલ ગાંધીને પૂછ્યા છે તેઓ પહેલા તેનો જવાબ આપે અને પછી ખેડૂતો વિશે વાત કરે.
હરસિમરત કૌરે ટ્વિટ કરીને કહ્યું હતું કે પંજાબીઓને ખાલિસ્તાની કહેવાય પર મગરનાં આંસુ સારવાને બદલે તમે એનો જવાબ આપો કે શા માટે તમારી દાદી પંજાબના લોકો માટે ખાલિસ્તાની શબ્દનો ઉપયોગ કરતી હતી, તમે શા માટે ડ્રગ્સ એડિક્ટ એવી ઓળખ આપી ? એક વાર જ્યારે તમે આ સવાલોના જવાબો આપી દેશો ત્યાર પછી પંજાબના ખેડૂતો માટે વાત કરજો.
આ ઉપરાંત વધુમાં ટ્વિટ કરીને તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી તે સમયે ક્યાં હતા જ્યારે ખેડૂતો પંજાબમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા, જ્યારે સંસદથી આ બિલ પસાર થઈ રહ્યું હતું ત્યારે તમે ક્યાં હતા અનેએટલું જ નહીં, કોંગ્રેસના 40 સાંસદો ત્યારે રાજ્યસબહની કાર્યવાહીથી ગાયબ હતા અને પંજાબના હાલના સીએમ અમરિન્દર સિંહ ત્યારે મોદી સરકારની સાથે હતા.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
મહત્વનું છે કે રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનકારીઓને ખાલિસ્તાનવાદી કહેવાના આરોપોને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપ અને પીએમ મોદીનું એક જ લક્ષ્ય છે, અને ખેડૂતો અને મજૂરો તેને સમજી ગયા છે. તેમનો હેતુ તેમના અમીર મિત્રોને ફાયદો પહોંચાડવાનો છે, અને જે કોઈ પણ પીએમ મોદીની સામે ઉભો થાય છે તેની વિરુદ્ધ તેઓ કઈંક ને કઇંક ખોટું બોલી દેતા હોય છે.
નોંધનીય છે કે છેલ્લા પોણા બે મહિનાથી ચાલતું ખેડૂત આંદોલન આજે પણ ઉકેલ વિહોણું રહ્યું હતું, આજે મોદી સરકાર અને ખેડૂતો વચ્ચે 10માં રાઉન્ડની વાતચીત યોજાઇ હતી જે પણ કોઈ જ પરિણામ વગર જ સમાપ્ત થઈ હતી, જો કે કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે સમાધાનની દિશામાં આગળ વધી રહ્યા છીએ.