બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / CCTV: સૈફ અલી ખાન પર હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે, સીડી ઉતરીને ભાગ્યો હતો

મોટા સમાચાર / CCTV: સૈફ અલી ખાન પર હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે, સીડી ઉતરીને ભાગ્યો હતો

Last Updated: 05:44 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને તેમના પર જીવલેણ હુમલો કરનાર આરોપીની પહેલી તસ્વીર સામે આવી છે. આરોપીની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને તેમના પર જીવલેણ હુમલો કરનાર આરોપીની પહેલી તસ્વીર સામે આવી છે. આરોપીની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

હુમલાખોર તેની પીઠ પર બેગ સાથે એપાર્ટમેન્ટના પગથિયા ઉતરતો જોવા મળી રહ્યો છે.. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ ભાગવા માટે ઇમરજન્સી સ્ટેર્સનો ઉપયોગ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ રાત્રીના 2.33 વાગ્યાના છે. આ ફૂટેજના આધારે મુંબઈ પોલીસ તેને શોધી રહી છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. તેના ઘરનું લોકેશન પણ જાણી લીધું. પોલીસ તેના ઘરે પણ ગઈ હતી, પરંતુ તે ઘરે નહોતો. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. પોલીસની 10 ટીમો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમો પણ કેસની તપાસ કરી રહી છે.

સૈફ અલી ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેમને ICU વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના ?

સૈફ અલી ખાન પર ગઈકાલે તેના ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, આ ઘટના તેમના ઘરમાં બાળકોના રૂમમાં બની હતી.જ્યારે અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસ્યો ત્યારે મહિલા સ્ટાફે તેને જોયો અને બૂમો પાડવા લાગી. આ પછી તે સમયે ઘરમાં હાજર સૈફ અલી ખાન તેની પાસે પહોંચ્યો હતો. આ પછી મારામારી થઈ હતી અને મહિલા સ્ટાફને તેના હાથ પર ઈજા થઈ હતી.

ઓટો રીક્ષામાં હોસ્પિટલ પહોચ્યા હતા સૈફ

માહિતી અનુસાર, ઈબ્રાહીમ અલી ખાન પોતાના ઘાયલ પિતા સૈફ અલી ખાનને ઓટો રીક્ષામાં હોસ્પિટલ લઈને ગયો. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સૈફને મોડી રાત્રે સાડા ૩ વાગ્યે ભરતી કરવામાં આવ્યો હતો. ઈબ્રાહીમ સૈફને ઓટો રીક્ષામાં એટલા માટે લઇ ગયો કારણ કે તે સમયે તેના ઘરે કોઈ ડ્રાઈવર હાજર ન હતો.

આ પણ વાંચોઃ માત્ર સૈફ અલી ખાન નહીં, સલમાન સહિત આ કલાકારો થઇ ચૂક્યાં છે હુમલાનો શિકાર, જુઓ Photos

PROMOTIONAL 13

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Attacked Saif Ali khan Accused Photo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ