બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / ગણેશ ચતુર્થી પહેલા લાલબાગચા રાજાની સામે આવી પ્રથમ ઝલક, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન

ગણપતિ બાપ્પા મોરિયા / ગણેશ ચતુર્થી પહેલા લાલબાગચા રાજાની સામે આવી પ્રથમ ઝલક, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન

Last Updated: 09:27 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનો લુક એકદમ અનોખો છે. ગણેશ ચતુર્થીના પહેલા દિવસે દેશભરમાંથી લોકો લાલબાગના રાજાના દર્શન કરવા આવે છે.

7મી સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા લાલ બાગના રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનો લુક એકદમ અનોખો છે. ગણેશ ચતુર્થીના પહેલા દિવસે દેશભરમાંથી લોકો લાલબાગના રાજાના દર્શન કરવા આવે છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિનું એક ભવ્ય મંદિર છે, જેને લાલ બાગના રાજા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે લાલબાગના રાજાની સ્થાપનાને 91 વર્ષ થશે. ગણેશ ચતુર્થીના આ શુભ અવસર પર હવે લાલબાગના રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. 

લાલ બાગના રાજાની એક ઝલક મેળવવા માટે લાખો લોકો કતારમાં ઉભા છે. ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગના રાજાની સૌથી વધુ ચર્ચા રહે છે. ગણેશ ઉત્સવનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. 

એવું માનવામાં આવે છે કે દસ દિવસ લાંબી ગણેશ ચતુર્થી દરમિયાન, સામાન્યથી લઈને ખાસ સુધી દરેક લાલ બાગના રાજાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ લાલ બાગની મુલાકાત લેનારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ગણેશ ચતુર્થીના દસમા દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ભાગ લે છે.

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lalbaugcha Raja First Glimpse Lord Ganesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ