અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી મામલે નારણપુરામાં આવેલ સરદાર પટેલ નગરનું પાણી કનેક્શન કાપી નાંખવામાં આવતા રહીશોનો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ફાયર એનઓસી વગરના બિલ્ડીંગો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કડક વલણ
નારણપુરામાં આવેલ સરદાર પટેલ નગરના રહીશો પાણી માટે લાચાર
ક્ષારયુક્ત પાણી પીવા-વાપરવા મજબૂર બન્યા-સ્થાનિકો
રાજ્યમાં ફાયર એનઓસી વગર બનેલ બિલ્ડીંગો મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી વગરના બિલ્ડીંગો સામે કડક વલણ અપનાવ્યું છે. જેને લઈને રહીશોના પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોનું પાણી કનેક્શન કાપવામા આવ્યું છે. ફાયર એનઓસી ના અભાવે સરદાર પટેલ નગરનું પાણી કનેક્શન કાપવામાં આવ્યું છે. નારણપુરામાં આવેલ સરદાર પટેલ નગરનું AMC દ્વારા પાણી કનેક્શન કાપી નાંખવામાં આવતા 7 હજાર રહીશો માટે પાણી માટે લાચાર બન્યા છે. સ્થાનિકો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ સમક્ષ રજૂઆત કરવા છતાં કંઈ પરિણામ આવવા પામ્યું નથી. મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કનેક્શન કાપવામાં આવતા હાઉસિંગ બોર્ડની રહીશો હવે ક્ષારયુક્ત પાણી પીવા તેમજ વાપરવા માટે મજબૂર બન્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ કર્યું હતુ લોકાર્પણ
13 દિવસથી ન્યાય માટે સરકારી તંત્રની કચેરીમાં ધક્કા ખાઇએ છીએ-સ્થાનિક
6 વર્ષ અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 28 ટાવર બનાવવામાં આવ્યા હતા. તે સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડે લગાવેલી ફાયર સિસ્ટમ નબળી હતી. જેથી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં રહીશોને કોઈ પરિણામ મળવા પામ્યું ન હતું. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 13 દિવસથી ન્યાય માટે સરકારી તંત્રની કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છીએ. સ્થાનિકોનું કહેવું છે કે એપ્રિલ-2017 માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપ્યા હતા. ત્યારે હાઉસિંગ બોર્ડની નબળી કામગીરી સામે રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર પાણી કનેક્શન કાપી નાંખ્યું
કોઈ જણ જાતની જાણ કર્યા વિના પાણી કનેક્શન કાપી નાંખ્યું
આ બાબતે રહીશોએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી કોર્પોરેશન તરફથી પાણી કનેક્શન મળ્યા ન હતા. અમારી પાણીની લડત ચાલુ હતી અમારો પોતાનો બોલ ચાલુ હતો. મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના બહારથી પાણી કનેક્શન કાપી નાંખ્યું છે. ત્યારે આ બાબતે રહીશો દ્વારા હાઉસીંગ બોર્ડમાં રજૂઆત કરતા હાઉસીંગ બોર્ડે હાથ અધ્ધર કરી દીધા હતા. અમે જે બોરનું પાણી વાપરીએ છીએ તેમાં ટીડીએસ વધુ છે. જેનાથી સ્કીનનાં રોગો થાય છે. ત્યારે આ બાબતે અમે મુખ્યમંત્રી-વડાપ્રધાન સુધી અમે રજૂઆતો કરી છે.