બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The film The Bageshwar Sarkar will be made on the Baba of Bageshwar Dham, the story of Dhirendra Shastri will be shown

મનોરંજન / બાગેશ્વર ધામના બાબા પર બની રહી છે ફિલ્મ 'ધ બાગેશ્વર સરકાર', બતાવવામાં આવશે ધીરેન્દ્ર શાસ્ત્રીની કહાની

Megha

Last Updated: 11:07 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર બાલાજી સરકારના જીવન પર ફિલ્મ બની રહી છે. નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નામ ધ બાગેશ્વર સરકાર રહેશે, જેનું નિર્દેશન વિનોદ તિવારી કરશે.

  • બાગેશ્વર બાલાજી સરકારના જીવન પર ફિલ્મ બની રહી છે
  • આ ફિલ્મનું નામ ધ બાગેશ્વર સરકાર રહેશે
  • ફિલ્મ હિન્દીની સાથે અન્ય ભાષાઓમાં પણ બનશે

આ દિવસોમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. જ્યાં પણ તેમનો દરબાર યોજાય છે ત્યાં લાખો લોકો તેમનું પ્રવચન સાંભળવા પહોંચી રહ્યા છે. એવામાં ઘણા લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને ચમત્કારી અને દિવ્ય પુરુષ માની રહ્યા છે તો કેટલાક તેમના જ્ઞાન પર સવાલ ઉઠાવી રહ્યા છે. હાલની પરિસ્થિતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુત્વના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે અને સનાતન ધર્મની રક્ષા માટે હિંદુઓને ચેતવી રહ્યા છે. સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ઘણા લોકો એમનાથી પ્રેરિત થઈને ધર્માંતરિત લોકો હિંદુ ધર્મમાં પાછા ફર્યા છે. એવામાં હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

ફિલ્મનું નામ હશે 'ધ બાગેશ્વર સરકાર' 
જણાવી દઈએ કે બાગેશ્વર બાલાજી સરકારના જીવન પર ફિલ્મ બની રહી છે. નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નામ ધ બાગેશ્વર સરકાર રહેશે, જેનું નિર્દેશન વિનોદ તિવારી કરશે. હાલ સુધી મળતી માહિતી મુજબ આ ફિલ્મ હિન્દીની સાથે અન્ય ભાષાઓમાં પણ બનશે. દિગ્દર્શક વિનોદ તિવારીએ 'ધ બાગેશ્વર સરકાર' બનાવવા પાછળનો પોતાનો હેતુ જણાવતા કહ્યું કે બાગેશ્વર સરકારનો મહિમા અને વિશ્વભરમાં તેમના અનુયાયીઓનો પ્રેમ જોઈને આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ફિલ્મને લઈને બોલ્યા વિનોદ તિવારી 
વિનોદ તિવારીએ જણાવ્યું હતું કે, 'આ ફિલ્મ બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી જીના જીવન પર આધારિત છે. તેમના સંઘર્ષની વાર્તા પણ આ ફિલ્મમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ દ્વારા સમાજમાં પરોપકારીના આદર્શો ફેલાવવાનું કામ કરવામાં આવશે. વિનોદ તિવારીએ વધુમાં જણાવ્યું કે બાગેશ્વર મહારાજ દેશ-વિદેશમાં સનાતન ધર્મના લોકોને જોડે છે. આ ખુબ સારી વાત છે. તેઓ આનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આ સાથે તેઓ ધર્મની રક્ષામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

જણાવી દઈએ કે વિનોદ તિવારીએ તાજેતરમાં જ લવ જેહાદ પર આધારિત ફિલ્મ 'ધ કન્વર્ઝન' રિલીઝ કરી હતી. આ ફિલ્મમાં વિંધ્યા તિવારી, પ્રતિક શુક્લા, રવિ ભાટિયા અને મનોજ જોશી જોવા મળ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

'ધ બાગેશ્વર સરકાર' ફિલ્મ Bageshwar Dham Bageshwar Dham News The Bageshwar Sarkar Film બાગેશ્વર ધામ બાગેશ્વર ધામ સરકાર The Bageshwar Sarkar Film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ