The festival was celebrated by the farmers on the Singhu border in such a way that the government would feel a big tweak
વિરોધ /
ખેડૂતોએ સિંઘુ બોર્ડર પર મનાવ્યો એવી રીતે તહેવાર કે સરકારને લાગશે મોટો ઝટકો
Team VTV08:27 PM, 13 Jan 21
| Updated: 08:46 PM, 13 Jan 21
છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી રાજધાની દિલ્હીના દરવાજે ડેરો નાખીને પડેલા ખેડૂતોનું આંદોલન હજુ પણ સમાપ્ત થાય તેવી કોઈ જ નક્કર આશા નથી દેખાઈ રહી, સુપ્રીમ કોર્ટે કાયદાઓનો અમલ અટકાવ્યા બાદ અને કમિટી નિયુક્ત કર્યા પછી પણ ખેડૂતોએ કાયદાને લાગતો તેમનો વિરોધ હજુ પણ ચાલુ જ રાખ્યો છે, ત્યારે આજે પંજાબના લોકો માટે લોહરીનો તહેવાર છે અને ખેડૂતોએ નવા કૃષિ કાયદાની નકલો સળગાવીને તહેવાર મણાવીને સરકારનો વિરોધ કર્યો છે.
દિલ્હીની બોર્ડર પર મનાવાયો લોહરીનો તહેવાર
કૃષિ કાયદાની નકલો સળગાવીને કરાયો વિરોધ
ખેડૂતો હજુ પણ કૃષિ કાયદાના વિરોધ માટે મક્કમ
કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આજે દિલ્હીની બોર્ડર પર જ લોહરીનો તહેવાર ઉજવી રહ્યા છે. આ સમય દરમિયાન, ખેડૂતોએ કૃષિ કાયદાની નકલો પણ સળગાવી હતી. આ માટેની તૈયારીઓ જો કે પહેલાથી જ કરવામાં આવી હતી, દિલ્હી-ચંદીગઢ માર્ગ ઉપર લોહરી ઉજવવા માટે લાકડાઓ પણ એકઠા કરવામાં આવ્યા હતા, ઉત્તરાયણ અને લોહરીનો તહેવાર પંજાબ અને હરિયાણામાં ખૂબ જ મહત્વ ધરાવે છે.
हमने 3 क़ानूनों की प्रतियां जलाकर सरकार को संदेश दिया है कि इसी तरह ये बिल एक दिन हमारे गुस्से की भेंट चड़ेंगे और सरकार को क़ानून वापस लेने पड़ेंगे। 18 तारीख को महिलाएं पूरे देश में बाज़ारों में, SDM दफ़्तरों, जिला मुख्यालयों में विरोध प्रदर्शन करेंगी: दर्शनपाल सिंह, किसान नेता https://t.co/SB6dRBSSnApic.twitter.com/TpjlnlyYW8
સિંઘુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો આ વર્ષે તેમના પરિવારથી દૂર લોહરીની ઉજવણી કરી રહ્યા છે. નાભાના વૃદ્ધ ખેડૂત સરબજીતસિંહે, જે લગભગ બે અઠવાડિયા પહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, તેમણે કહ્યું કે તેઓ તેમની ભાવિ પેઢીના હક્કો માટે વિરોધ કરી રહ્યા છે, એમ કહેતા કે તેમને તેમના પરિવારથી દૂર રહેવામાં કોઈ સમસ્યા નથી, કારણ કે તે આ બધું ફક્ત પરિવાર માટે જ કરી રહ્યું છે.
મહત્વનું છે કે લોહરી એ પંજાબનો સૌથી પ્રખ્યાત તહેવાર છે. આ સમય દરમિયાન, અગ્નિને તલ, રેવડી, ગજક અને મગફળીથી પ્રગટાવવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે, આ સમય દરમિયાન પંજાબનો પરંપરાગત ખોરાક મકાઈની રોટલી અને સરસવથી બનાવવામાં આવે છે. મંગળવારથી જ દિલ્હીની બોર્ડર પર આ તહેવાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
कृषि कानूनों के खिलाफ सिंघु बॉर्डर पर विरोध प्रदर्शन कर रहे किसानों ने लोहड़ी पर तीन कानूनों की प्रतियां जलाई। #farmslawspic.twitter.com/JCjBgv6HYo
નવા કાયદાઓનો વિરોધ કરી રહેલા હોશિયારપુરના વતની એક ખેડૂતે જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે અન્ય વિરોધ કરનારા ખેડૂતો સાથે મળીને લોહરીનો ઉત્સવ ઉજવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ગામમાં લંગર યોજવા માટે દાન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રદર્શનકારી લોકો વારાફરથી તેમનું કામ જોવા માટે તેમના ગામ જઈ રહ્યા છે, જેથી આંદોલન અને કામ પર કોઈ અસર ન પડે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે કાળા કાયદાની નકલો સળગાવી લોહરીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.