બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 24 જાન્યુઆરીથી પલટાઇ જશે આ જાતકોનું ભાગ્ય, કારણ કે ગ્રહોનો રાજકુમાર કરશે શનિ રાશિમાં પ્રવેશ

photo-story

4 ફોટો ગેલેરી

ધર્મ / 24 જાન્યુઆરીથી પલટાઇ જશે આ જાતકોનું ભાગ્ય, કારણ કે ગ્રહોનો રાજકુમાર કરશે શનિ રાશિમાં પ્રવેશ

Last Updated: 12:56 PM, 8 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બુધ આગામી 24 જાન્યુઆરીના રોજ રાશિ પરિવર્તન કરશે. આ રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર ખરાબ કે સારી પડશે. પણ અમુક રાશિ એવી છે જેને આ ગ્રહ ગોચરથી ખુબ ધન લાભ થવાનો છે.

1/4

photoStories-logo

1. બુધ ગોચર

જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન લગભગ 30 દિવસમાં થાય છે. એવામાં બુધ 24 જાન્યુઆરીએ મકર રાશિમાં ગોચર કરશે. મકર રાશિ પર શનિનું આધિપત્ય છે. તો બુધ સાથે શનિદેવની મિત્રતા છે. આ સ્થિતિમાં શનિની રાશિમાં બુધના પ્રવેશના લીધે કેટલીક રાશિના લોકોનું નસીબ ચમકી જવાનું છે. આવો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. મેષ

બુધનું ગોચર આ રાશિ માટે શુભ સાબિત થઈ શકે છે. કેમ કે, બુધ આ કુંડળીના વેપાર અને વ્યવસાયના સ્થાન પર ગોચર કરશે. તેથી આ સમયે તમારું કાર્ય અને વ્યવસાયમાં ચમકી આવશે. આ સમય નવા કરાર અને વિદેશી સોદાઓ માટે યોગ્ય રહેશે. સાથે જ નોકરી કરતા લોકોને પણ વરિષ્ઠ અને જુનિયરનો સહયોગ મળશે. પ્રમોશનની શક્યતાઓ છે. મનગમતી જગ્યાએ ટ્રાન્સફર મળશે. જે લોકો વ્યવસાય અથવા ફિલ્મો સાથે જોડાયેલા છે તેમને નવા પ્રોજેક્ટ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. વૃષભ

બુધનું ગોચર તમારી રાશિના આવક અને લાભના સ્થાને થઈ રહ્યું છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારા કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારી સકારાત્મક છબી બનશે. પારિવારિક અને દાંપત્ય જીવનમાં શાંતિ અને સામંજસ્ય રહેશે. આ સમયે તમે કામ અથવા વ્યવસાયઅર્થે મુસાફરી કરી શકો છો. ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ધન

બુધનું ગોચર તમારા ધનના સ્થાનના સ્થાન પર થશે. જેથી તમને અચાનક પૈસા મળી શકે છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. તમારા પરિવારના તમામ સભ્યોની જરૂરિયાત પૂરી કરી શકશો. તમારી વાણીનો પ્રભાવ વધશે, જેના લીધે લોકો પ્રભાવિત થશે. તમારા વ્યવહારથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budh Gochar Transit Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ