બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતોએ ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે કલેક્ટરને આપ્યું આવેદન, વધુ વળતર આપવા કરી માગ

મોરબી / ખેડૂતોએ ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે કલેક્ટરને આપ્યું આવેદન, વધુ વળતર આપવા કરી માગ

Last Updated: 11:47 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે. જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે. તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. જેથી કરીને આ બાબતે માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતો કલેકટરે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અને તેઓને પૂરતું વળતર કંપની તરફથી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કરવામાં આવી રહ્યું છે. તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી. જેથી કરીને હાલમાં માળીયા(મી.) તાલુકાના જુના ઘાંટીલા, ખાખરેચી, વેણાસર, વેજલપર, કુંભારીયા તેમજ હળવદ તાલુકાનાં મંગળપૂર સહિતના ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને તેઓને ઓછું વળતર આપવામાં આવે છે. તેવી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

vlcsnap-2024-06-18-23h00m53s173

ભારત સરકાર ઉર્જા મંત્રાલય દ્વારા નવી ગાઈડ લાઈન જાહેર કરાઈ

હાલમાં જે ખેતરમાંથી 765 કેવી વીજ લાઈન કંપની દ્વારા પથરવામાં આવી રહી છે. તેના દ્વારા વર્ષ 2021 માં જે વળતર આપવામાં આવ્યું હતું. તેનાથી પણ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. જેથી આજે કલેકટર કે.બી. ઝવેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને તેઓએ ગત તા 14/6 ના રોજ વળતર બાબતે જે હુકમ કરેલ છે. તેની સામે સુધારા હુકમ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. કેમ કે ગત તા. 14 ના રોજ ભારત સરકાર ઉર્જા મંત્રાલય દ્વારા જે નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. તે મુજબ તેઓને વળતર મળે તેવો ઓર્ડર કરવા ખેડૂતોએ માંગ કરી છે.

vlcsnap-2024-06-18-23h01m01s246

ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી

છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમ છતાં પણ ખેડૂતોની વાતને કોઈ સાંભળતું નથી. તે હક્કિત છે વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું કે, અગાઉ તેઓના ગામની આજુબાજુમાંથી આવી ત્રણ હેવી વીજ લાઈનો નીકળી છે. તે સમયે જે વળતર આપવામાં આવ્યું હતું. તેના કરતાં પણ હાલમાં ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. અને જે કંપની દ્વારા હાલમાં વીજ લાઇન પથરવામાં આવી રહી છે. તેના દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારનો લેખિત આધારા આપવામાં આવતો નથી. જેથી કોઈને શું વળતર મળશે તેની કોઈ સ્પષ્ટતા થતી જ નથી.

નિતિન કૈલા

વધુ વાંચોઃ MS યુનિવર્સિટીમાં એડમિશનને લઈ મદદે આવ્યા કેતન ઈનામદાર, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને કરી રજૂઆત

કારણ વગરની નોટીસ આપવામાં આવે

એક બાજુ ખેડૂતોને સાંભળવામાં આવતા નથી અને બીજી બાજુ તેઓના જ ખેતરમાં વીજ લાઇન પાથરતી કંપનીના માણસો કામ કરતાં હોય છે. ત્યાં જો ખેડૂત તેની જ જમીનમાં જાય તો પણ તેની સામે રૂકાવટ કે અડચણ ઉભી કરી છે. તેવી કારણ વગરની નોટીસ આપવામાં આવે છે. જેથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે અને વીજ લાઈન પથરતી કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઘર્ષણ ઊભું થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Morbi Powergrid Company
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ