બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આતુરતાનો આવ્યો અંત, અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી
Last Updated: 10:06 AM, 24 June 2024
વરસાદની આતુરતાથી રાહ જોઇ રહેલા અમદાવાદીઓની આુતરતાનો આખરે અંત આવ્યો છે. અમદાવાદમાં મેઘરાજાની ગાજવીજ સાથે પધરામણી થઇ છે.. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે...વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 130 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૩.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે..
ADVERTISEMENT
દેવભૂમી દ્વારકાના ખંભાળીયા તાલુકામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે.. છોટા ઉદેપૂરના સંખેડા તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે..
ડાંગના સુબીર તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.. રાજ્યના ૨૬ તાલુકાઓમાં ૧ થી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે..
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.