બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The examination for the recruitment of teachers in secondary schools has been announced

મહેનત શરૂ કરી દો / TATની પરીક્ષાની તારીખ જાહેર, આજથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ

Malay

Last Updated: 11:44 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. TATની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.

  • આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે 
  • આગામી 4 જૂને લેવાશે પ્રીલિમનરી પરીક્ષા
  • 18 જૂને લેવાશે TATની મુખ્ય પરીક્ષા લેવાશે

છેલ્લા ઘણા સમયથી TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 4 જૂને પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે. તો 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. 

દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે
TATની પરીક્ષા માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે. 29 એપ્રિલે શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. TATની પરીક્ષા પદ્ધતિ હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

બે પરીક્ષા લેવાશે
TATની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવતા હવે નિયમ મુજબ બે પરીક્ષા લેવામાં આવશે. (1) શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક (2) શિક્ષક અભિરૂચી કસોટી ઉચ્ચતર માધ્યમિક. ત્યારે આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રથમ પરીક્ષામાં પાસ થયા બાદ જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. 

23 અપ્રિલે યોજાઈ હતી TET-2ની પરીક્ષા 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 23 એપ્રિલે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાવા આવી હતી. અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. મહત્વનું છે કે, ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ફરજિયાત TET 2ની પરીક્ષા 6 વર્ષ બાદ લેવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.

16 અપ્રિલે યોજાઈ હતી ટેટ-1ની પરીક્ષા 
16 એપ્રિલે રાજ્યભરમાં ટેટ-1ની પરીક્ષા લેવાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોઇ ગરબડી વિના આ પરીક્ષાપૂર્ણ થતાં પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ પરીક્ષા માટે કુલ 86 હજાર જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 73, 279 ઉમેદવારો હાજર રહ્યા. જ્યારે 12762 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. 

 

સંકળાયેલા મુદ્દાઓ

TAT Exam TATની પરીક્ષા examination ટેટ પરીક્ષાની તારીખ જાહેર ટેટની પરીક્ષા મહત્વના સમાચાર TAT exam date declare
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ