બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / The entry of XE, the most dangerous variant of Corona in India, is the first case in this city.

BIG NEWS / ભારતમાં કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ XEની એન્ટ્રી, આ શહેરમાં પહેલો કેસ મળતા ફફડાટ

Hiralal

Last Updated: 06:03 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ XEની એન્ટ્રી થઈ છે, મુંબઈમાં આ નવા વેરિયન્ટનો પહેલો કેસ મળ્યો છે.

  • ભારતમાં કોરોનાનો નવો ખતરો થયો શરુ
  • કોરોનાના નવા વેરિયન્ટ XEની એન્ટ્રી
  • મુંબઈમાં મળ્યો પહેલો કેસ 

કોરોનાના અત્યંત ખતરનાક વાયરસ દેશમાં ઘુસતા ચિંતા વધી છે. ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતાની વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટ XEની એન્ટ્રી થઈ છે. મુંબઈમાં આ વેરિયન્ટનો પહેલો કેસ મળ્યો છે સાથે કપ્પા વેરિયન્ટનો એક પણ કેસ મળ્યો છે. બીએમસી દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી હતી. 

XE પ્રભાવિત દર્દીમાં કોરોનાના હળવા લક્ષણો 
બીએમસીએ જણાવ્યું કે જે દર્દીમાં કોરોનાના નવા વેરિયન્ટ XE જોવા મળ્યો છે તેના અત્યાર સુધી હળવા લક્ષણો છે. દર્દી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. 

376 સેમ્પલમાંથી 1 કેસ એક્સઈ અને એક કપ્પા વેરિયન્ટનો નીકળ્યો 

બીએમસીએ કુલ 376 સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાંથી 230 મુંબઈના નાગરિકો હતો, 230માંથી 228 સેમ્પલો ઓમિક્રોનના નીકળ્યાં હતા જ્યારે એક કપ્પા અને એક એક્સઈનો હતો. 

કપ્પા વેરિયન્ટનો પણ પહેલો કેસ મળ્યો

કપ્પા વેરિયન્ટનો પણ ભારતમાં પહેલો કેસ મળ્યો છે અને તે પણ મુંબઈમાં છે. કોરોના બે વેરિયન્ટના પહેલી વાર કેસ નોંધાતા ચિંતા વધી છે. એવે સમયે કે જ્યારે ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઈને આશંકા છે. 

ભારતમાં ચોથી લહેરનો ખતરો વધ્યો 

કોરોનાના બે નવા વેરિયન્ટની દસ્તક સાથે જ ભારતમાં ચોથી લહેરનો ખતરો વધ્યો છે. નિષ્ણાંતોએ અને ડોક્ટરોએ લોકોને સાવધ રહેવાનું એલર્ટ આપ્યું છે. 

પહેલી વાર બ્રિટનમાં જોવા મળ્યો XE વેરિયન્ટ 

યુકેમાં 19 જાન્યુઆરીએ પ્રથમ વખત એક્સઈ સ્ટ્રેન મળી આવ્યો હતો અને ત્યારબાદ 600 થી વધુ એક્સઈ કેસોની પુષ્ટિ થઈ છે. યુકેની હેલ્થ પ્રોટેક્શન એજન્સી (એચએસએ) ના મુખ્ય તબીબી સલાહકાર સુઝાન હોપકિન્સ કહે છે કે તેમની સામે કોવિડ -19 રસીની તેની ચેપ, તીવ્રતા અથવા અસરકારકતા વિશે નિષ્કર્ષ કાઢવા માટે હજી સુધી પૂરતા પુરાવા નથી.

શું છે કોરોનાના નવા એક્સઈ વેરિયન્ટના લક્ષણો

  • હળવો તાવ
  • માથાના દુખાવો
  • શરદી, ખાંસી
  • શ્વાસ લેવામાં તકલીફ
  • ક્યારેક છાતીમાં બળતરા 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ