બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / The Election Commission has warned that star campaigners can keep only this much money

લોકસભા ચૂંટણી 2024 / ચૂંટણી પંચે આપી મોટી ચેતવણી, સ્ટાર પ્રચારકો પોતાની પાસે રાખી શકશે માત્ર આટલા રૂપિયા

Priykant Shrimali

Last Updated: 02:32 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: કોઈપણ પક્ષનો ઉમેદવાર પોતાના ખિસ્સામાં 50 હજાર રૂપિયાથી વધુ નહીં રાખી શકે અને તેના માટે પ્રચાર કરવા આવેલા સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં 1 લાખ રૂપિયાથી વધુ નહીં રાખી શકે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહેલા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન ચૂંટણી પંચે એ પણ નક્કી કર્યું છે કે, સ્ટાર પ્રચારકો પાસે 1 લાખ રૂપિયાથી વધુ રોકડ ન હોવી જોઈએ.

ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા છે. એ જ રીતે TMC સુપ્રીમો મમતા બેનર્જી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકોનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે.

શું છે ચૂંટણી પંચની સૂચના?
આ લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે, કોઈપણ સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં 1 લાખ રૂપિયા સુધી રાખી શકે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોઈપણ પક્ષનો ઉમેદવાર પોતાના ખિસ્સામાં 50 હજાર રૂપિયાથી વધુ નહીં રાખી શકે અને તેના માટે પ્રચાર કરવા આવેલા સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં 1 લાખ રૂપિયાથી વધુ નહીં રાખી શકે. જો નિર્ધારિત રકમ કરતાં વધુ રકમ વસૂલવામાં આવશે તો ચોક્કસપણે રકમ જપ્ત કરવામાં આવશે. તેમજ તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો: અરવિંદ કેજરીવાલે આપી 6 ગેરંટી, સુનિતા કેજરીવાલે રેલીમાં વાંચ્યો CMનો સંદેશ 

ચૂંટણી પંચે એવી પણ સૂચનાઓ આપી છે કે, ઉમેદવારો તેમના રોજિંદા ખર્ચ માટે અલગ રજિસ્ટર રાખશે અને તેની સંપૂર્ણ વિગતો દરરોજ ચૂંટણી પંચને મોકલશે. આ રજિસ્ટરમાં ઉમેદવારો ક્યારે, ક્યાં અને કેટલી રેલીઓ યોજી અને તેના પાછળ કેટલો ખર્ચ થયો તેનો સંપૂર્ણ હિસાબ રાખશે એટલું જ નહીં તેઓ સમગ્ર વિડિયો રેકોર્ડિંગ પણ કરાવશે. રોજિંદા ફૂલોના હાર, ખાણીપીણી, ઢોલ, ડાન્સ પાર્ટી, વાહનો વગેરેના દરો પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા દર મુજબ ચૂકવવાના રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 કોંગ્રેસ ચૂંટણી પંચ ભાજપ લોકસભા ચૂંટણી સ્ટાર પ્રચારક Lok Sabha Election 2024
Priykant Shrimali
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ