શિક્ષણ મંત્રીએ મંચ ઉપરથી આપ્યો ઠપકો, કહ્યું- શિક્ષકોમાં ડીશિપ્લીન નહીં હોય તો..

By : vishal 06:27 PM, 11 September 2018 | Updated : 06:27 PM, 11 September 2018
સ્વામિનારાયણ સંપ્રદાય અંતર્ગત જિલ્લાના શિક્ષકો અને શિક્ષણમાં જાગૃતિ આવે તે માટે સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શૈક્ષણિક સંમેલનમાંમાં ભાગ લેવા પાલનપુરમાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્યાં મંત્રીએ શિક્ષકો ઉભા થઈ મોબાઈલ લઈને વાત કરતા નજરે પડતા ડીશિપ્લીનની વાતને લઈ મંચ પરથી જ શિક્ષકોને ઠપકો આપ્યો હતો અને ડીશિપ્લીન નહીં હોય તો ચલાવી નહીં લેવાય તેવી ચીમકી પણ આપી હતી.

સમગ્ર ગુજરાતમાં શિક્ષણને લઈ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. શિક્ષણનું સ્તર ઊચું લાવવા માટે સરકાર દ્વારા અનેક પર્યત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે હજુ પણ ઘણી જગ્યાએ શિક્ષણનો કોઈના કોઈ કારણ સર અભાવ રહેલો જોવા મળી રહ્યો છે.

ત્યારે સરકારી શાળાના બાળકો આદર્શ વિદ્યાર્થી તેમજ આદર્શ નાગરીક બને તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સિડી કેસેટ તૈયાર કરવામાં આવી છે. આ સીડી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને બતાવી વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિચન કરવામાં આવશે.

આ સીડી કેસટનું પાલનપુરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીના વક્તવ્ય વખતે કેટલાક શિક્ષકો ફોન ઉપર વાતો કરતા કાર્યક્રમમાંથી ઉભા થઇ બહાર નિકળતા મંત્રીએ જાહેર મંચ ઉપરથી શિક્ષકોને ઠપકો આપતા જણાવ્યુ હતુ કે, શિક્ષકો મારા વક્તવ્ય સમયે ડીસીપ્લીન જાળવતા નથી તો બાળકોને કેવી રીતે ડીસિપ્લીન શીખડાવશે?

આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ડીસીપ્લીન નહીં હોય તો નહીં ચાલે તેમ કહી ઠપકો આપ્યો હતો. વધુમાં જણાવ્યુ કે, હુ કોઇ પણ ખાનગી શાળાનો વિરોધી નથી હુ હરીફાઇમાં માનનારો માણસ છુ. જ્યા હરીફાય છે ત્યા ગુણવત્તા છે અને તે સમાજને લાભ કર્તા છે.

એટલે મારી શાળાઓ અને ખાનગી શાળાઓની હરીફાય થાય તો મને કઇ વાંધો નથી પણ હુ તમારી પાસે એટલુ ઇચ્છુ કે, ખાનગી અને સરકારી શાળામાં સરકારી શાળાનો પ્રથમ નંબર આવવો જોઇએ.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story