સારા સમાચાર / નીતિ આયોગે કહ્યું,"આવતા વર્ષ સુધીમાં કોરોના પહેલાના સ્તર પર પહોંચી જશે અર્થવ્યવસ્થા"

દેશનો આર્થિક વિકાસ દર આગામી નાણાકીય વર્ષ (2021-22) ના અંત સુધીમાં કોવિડ -19 પહેલાના સ્તરે પહોંચશે. નીતી આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે રવિવારે આ વાત કહી હતી. કુમારે કહ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં કુલ સ્થાનિક ઉત્પાદ (જીડીપી)માં ઘટાડાનો ડર આઠ ટકાથી ઓછો રહેવાનો અંદાજ છે. RBI એ પણ આર્થિક વિકાસ દરમાં ઘટાડાની આગાહી ચાલુ નાણાકીય વર્ષમાં 9.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ