Video / સુરતમાં નશાની હાલતમાં સ્કૂલ બસનો ડ્રાઈવર ઝડપાયો, બે વખત રસ્તા પર અકસ્માત થતા બચ્યા

સુરતના ખટોદરા વિસ્તારમાંથી ખાનગી સ્કૂલની બસના ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યો છે. રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમી સ્કૂલની બસ ડ્રાઈવર નશામાં ચલાવી રહ્યો હતો. આ બસમાં 20 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ડ્રાઈવરમાંથી ખુબ જ દુર્ગંધ આવી રહી હતી. રસ્તામાં બે વખત બસનો અકસ્માત થતા પણ બચ્યો હતો. ત્યારે ખટોદરા પોલીસે સ્કૂલની બસ કબ્જે કરીને ડ્રાઈવરની અટકાયત કરીને કાર્યવાહી હાથધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ