The dream of a home will come true: Modi government made a big announcement for housing scheme
Budget 2023 /
ઘરના ઘરનું સપનું થશે સાકાર: મોદી સરકારે આવાસ યોજના માટે કર્યું મોટું એલાન
Team VTV12:13 PM, 01 Feb 23
| Updated: 12:21 PM, 01 Feb 23
નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરી રહ્યા છે. જેમાં તેઓએ જણાવ્યું કે, PM આવાસ યોજનાનો ખર્ચ 66% વધારીને 79,000 કરોડથી વધુ કરવામાં આવી રહ્યો છે
નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે બજેટ 2023-24
બજેટમાં PM આવાસ યોજના વિશે મહત્વની જાહેરાત
ખર્ચ 66% વધારીને 79,000 કરોડથી વધુ કરવામાં આવ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે, એવામાં જે લોકો પોતાના ઘરનું સપનું સજાવીને બેઠા છે આ માટે આ બજેટમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે બજેટ રજૂ કરતાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં પીએમ આવાસ યોજનાના બજેટમાં 66 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હવે તે 79,000 કરોડ રૂપિયા થઈ ગયો છે.
The outlay for PM Awas Yojana is been enhanced by 66% to over 79,000 crores.
157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે: નાંણા મંત્રી
નાણામંત્રી દ્વારા આરોગ્યને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે. ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે.
કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. યુવાઓ માટે કૃષિવર્ઘક ફંડ બનાવવામાં આવશે. ખેડૂતોને મોટા અનાજનું ઉત્પાદન કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. કૃષિ લોન 20 લાખ કરોડ સુધી વધારવામાં આવી છે. અગ્રીકલ્ચ એક્સેલેરેટર ફંડનું ગઠન થશે. સ્ટાર્ટઅપ માટે કૃષિફંડ બનશે
કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરાયો
નાણામંત્રીએ કહ્યું, "એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડથી કૃષિ સ્ટાર્ટઅપ્સ વૃદ્ધિ પામશે. આનાથી ખેડૂતોને મદદ મળશે અને પડકારોનો સામનો કરવામાં સરળતા રહેશે. તેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. આ ખેડૂતો, રાજ્ય અને ઉદ્યોગ ભાગીદારો વચ્ચે હશે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન આપવાની સાથે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે."