The DRDO and the Indian Air Force had great success, India successfully tests anti-tank missile by helicopter at Pokhran range
આત્મનિર્ભર /
દેશમાં બનેલી એન્ટી ટેન્ક મિસાઈલનું હેલિકોપ્ટરથી સફળ પરીક્ષણ, જુઓ કેવી રીતે ટાર્ગેટને કર્યો ધ્વસ્ત
Team VTV11:28 PM, 11 Dec 21
| Updated: 11:31 PM, 11 Dec 21
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડૉક્ટર જી સતિષ રેડ્ડીએ મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા
ભારતીય વાયુસેનાની તાકાત વધી
પોખરણ રેન્જમાં એન્ટિ ટેન્ક મિસાઇલ લોન્ચ થઈ
સ્વદેશી મિસાઈલે ટાર્ગેટ ધ્વસ્ત કર્યા
DRDO અને ભારતીય વાયુસેના ફ્લાઇટ-પરીક્ષણ સ્વદેશી ડિઝાઇન અને વિકસિત હેલિકોપ્ટર દ્વારા આજે પોખરણ રેન્જથી સ્ટેન્ડ-ઓફ એન્ટિ-ટેન્ક (SANT) મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) અને વાયુ સેનાએ દેશમાં ડિઝાઈન થયેલી અને વિકસિત થયેલી સ્ટેન્ડ-ઓફ એન્ટિ-ટેન્ક મિસાઈલનું શનિવારના રોજ પોખરણ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું લોન્ચિંગ વાયુ સેનાના હેલિકોપ્ટર પરથી કરવામાં આવ્યું હતું
#WATCH | DRDO and Indian Air Force flight-tested indigenously designed and developed helicopter launched stand-off anti-tank (SANT) Missile from Pokhran range on today pic.twitter.com/nzdcPTWwAR
શું છે ખાસિયત?
પરીક્ષણ વખતે મિસઈલે મિશન માટે રાખવામાં આવેલા તમામ ટાર્ગેટ સફળતા પૂર્વક સાધી લીધા હતા. આ વખતે મિસાઈલની તમામ પ્રણાલિયોએ સંતોષજનક રીતે તમામ કામ પાર પાડયા.
આ મિસાઈલે અત્યાધુનિક સીકરથી લેસ છે અને તે સુરક્ષિત અંતર સુધી સટીક નિશાનો લગાવવામાં માહીર છે. આ મિસાઇલ 10 કિલોમીટરના લક્ષ્યને ભેદી છિન્ન ભિન્ન કરી શકે છે
આ મિસાઈલના સફળ પરીક્ષણને વાયુ સેનાની મારક ક્ષમતામાં મોટો વધારો કર્યો છે. અને સાથે સેનાની મજબૂતી એટલા હદ સુધી વધારી દીધી છે કે સૈન્ય ક્ષેત્રની આત્મનિર્ભરતાનું સપનું સાકાર થઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડૉક્ટર જી સતિષ રેડ્ડીએ મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા છે.