બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The doors of the Rashtrapati Bhavan are open to the general public from today, but first they have to go through this process

દિલ્હી / આજથી સામાન્ય જનતા માટે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા ખુલ્લા, પરંતુ પહેલાં થવું પડશે આ પ્રક્રિયામાંથી પસાર

Last Updated: 09:32 AM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RASHTRAPATI BHAVAN News: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ પર રાષ્ટ્રપતિ ભવનને અઠવાડિયામાં 6 દિવસ સામાન્ય જનતા માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો

  • રાષ્ટ્રપતિ ભવનને લઈ મોટા સમાચાર, દ્રૌપદી મુર્મુની પહેલ પર લેવાયો નિર્ણય
  • આમ આદમી માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે 'રાષ્ટ્રપતિ ભવન'
  • રાષ્ટ્રપતિ ભવન સોમવાર અને સરકારી રજાના દિવસે સામાન્ય લોકો માટે બંધ રહેશે

આજથી એટલે કે 1 જૂન 2023થી રાષ્ટ્રપતિ ભવન આમ આદમી માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ પર રાષ્ટ્રપતિ ભવનને અઠવાડિયામાં 6 દિવસ સામાન્ય જનતા માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂનથી દર્શકો રાષ્ટ્રપતિ ભવન જોઈ શકશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ભવન માત્ર સોમવાર અને સરકારી રજાના દિવસે સામાન્ય લોકો માટે બંધ રહેશે.

રાષ્ટ્રપતિ ભવનમાં હાલમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ઉપલબ્ધ છે. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનો સમય સવારે 9:30 થી સાંજના 4:30 સુધીનો રહેશે. ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. આ દરમિયાન તમે સાત ટાઇમ સ્લોટમાં બુકિંગ કરી શકશો. રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ પણ મુલાકાતીઓ માટે મંગળવારથી રવિવાર સુધી ખુલ્લું રહેશે. સામાન્ય દર્શકો પણ દર શનિવારે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં યોજાતા ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનો આનંદ માણી શકશે. આ ફંક્શનનો સમય દર શનિવારે સવારે 8 થી 9 વચ્ચેનો રહેશે.

રાષ્ટ્રપતિ ભવનમાં આ સ્થળોમાં જ ફરી શકશો 
મહત્વનું છે કે, મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ફક્ત તે જ સ્થળોની મુલાકાત લઈ શકશે, જે મુલાકાતીઓ માટે પહેલેથી જ ખુલ્લા છે. રાષ્ટ્રપતિ ભવનના અધિકારીએ કહ્યું કે, મુલાકાતીઓએ અહીં આવવા માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરવું પડશે. રાષ્ટ્રપતિ ભવનમાં લોકોને અલગ-અલગ સર્કિટમાં ફરવાની સુવિધા છે.

સામાન્ય લોકો રાષ્ટ્રપતિ ભવનના ત્રણેય સર્કિટની મુલાકાત લઈ શકશે

  • સર્કિટ 1- તેમાં રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારત અને કેન્દ્રીય લૉનનો સમાવેશ થાય છે. જેમાં અશોક હોલ, દરબાર હોલ, બેન્કવેટ હોલ અને ડ્રોઈંગ રૂમનો સમાવેશ થાય છે.
  • સર્કિટ 2- તેમાં રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમ સંકુલનો સમાવેશ થાય છે.
  • સર્કિટ 3 - પ્રસિદ્ધ અમૃત ઉદ્યાન (અગાઉ મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું), હર્બલ ગાર્ડન, મ્યુઝિકલ ગાર્ડન અને રાષ્ટ્રપતિ ભવનના આધ્યાત્મિક બગીચાની મુલાકાત લીધી.

મહત્વનું છે કે, 330 એકર વિસ્તાર પર બનેલ, રાષ્ટ્રપતિ ભવનના આર્કિટેક્ચરને એડવિન લુટિયન્સ દ્વારા ભારતીય અને પશ્ચિમી બંને શૈલીમાં રાખવામાં આવ્યું હતું. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.

રાષ્ટ્રપતિ ભવનમાં કેટલા રૂમ છે ? 
રાષ્ટ્રપતિ ભવન દેશના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છે. તેનું બાંધકામ 1912માં શરૂ થયું હતું. આ ઇમારત પ્રખ્યાત આર્કિટેક્ટ સર એડવિન લુટિયન અને હર્બર્ટ બેકરની ડિઝાઇન પર આધારિત છે. સર લ્યુટિયન્સે 'H' આકારની ઈમારતની ડિઝાઈન તૈયાર કરી હતી જે પાંચ એકરમાં બનેલી છે. આ બિલ્ડિંગમાં ચાર માળ અને 340 રૂમ છે. આ ઈમારતને બનાવવામાં 29,000 થી વધુ મજૂરોને લગભગ 17 વર્ષનો સમય લાગ્યો હતો.

અમૃત ઉદ્યાન ક્યારથી ખૂલે છે ? 
રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક અમૃત ઉદ્યાન (અગાઉનું મુઘલ ગાર્ડન) દર વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ખુલે છે. આ બગીચો 15 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેને પ્રથમ વખત જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું. અહીં બ્રિટિશ અને મુગલ ગાર્ડન બંનેની ઝલક જોઈ શકાય છે. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ કરનાર આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા તેની ડિઝાઇન કરવામાં આવી હતી.

દરેક પ્લાન્ટ પાસે લગાવાયા છે QR કોડ ? 
બગીચામાં આવતા લોકોની સુવિધા માટે તમામ પ્લાન્ટની નજીક QR કોડ લગાવવામાં આવ્યા છે. જો કોઈ તેને સ્કેન કરશે તો તેને પ્લાન્ટ સંબંધિત તમામ માહિતી મળી જશે. 15 એકરમાં પથરાયેલા બગીચામાં 138 પ્રકારના ગુલાબ અમૃતના બગીચા. ગાર્ડનને રાષ્ટ્રપતિ ભવનનો આત્મા માનવામાં આવે છે. તેમાં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rashtrapati Bhavan અમૃત ઉદ્યાન દ્રૌપદી મુર્મુ મુઘલ ગાર્ડન રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન RASHTRAPATI BHAVAN
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ