બ્રેકિંગ ન્યુઝ
Ronak
Last Updated: 06:39 PM, 7 October 2021
ADVERTISEMENT
વર્તમાન સમયમાં વૈશ્વિક રાજનીતિમાં ભારે ઊથલપાથલ મચી છે, એક તરફ અફઘાનિસ્તાનમાં અરાજકતા છે તો બીજી તરફ ઉક્રેન અને રશિયા વચ્ચે ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. આ બધા વચ્ચે ઈરાન અને અજરબૈજાને હવે એકબીજા વિરુદ્ધ ગતિવિધિ વધારી દીધી છે. નવાઈની વાત એ છે કે ઈરાન અને અજરબૈજાન બન્ને દેશો શિયાબહુલ છે, છતાં બન્ને દેશો એકબીજાના દુશ્મન બન્યા છે.
ઈઝરાઈન અને અજરબૈજાનના સંબંધોથી ઈરાન બેચેન
ADVERTISEMENT
અઝરબૈજાન અને ઇઝરાયેલ વચ્ચે વધતી જતી નિકટતાથી ઈરાન બેચેન બન્યું છે. તેમાં વળી કાકેશસ વિસ્તારમાં ઇઝરાયેલની હાજરી ઈરાનને વધારે ચિંતીત બનાવી રહી છે. કેમકે ઈરાનને મોટી ચિંતા પોતાની સીમા નજીક ઈઝરાયેલી હથિયારોનો થઈ રહેલો જમાવડો છે.આથી ઈરાને અજરબૈજાન અને ઈઝરાયેલની દોસ્તી સામે સખત વિરોધ નોંધાવ્યો છે. અને અજરબૈજાનની સેનાના વિમાનો માટે પોતાનું હવાઈક્ષેત્ર બંધ કરી દીધું છે. કાકેશસમાં ભૂ-રાજનીતિક અને નકશામાં થઈ રહેલા ફેરફાર સામે પણ ઈરાને વાંધો ઉઠાવ્યો છે. આ પહેલા પણ ઈરાન અનેકવાર ઇઝરાયેલની હાજરીને લઈને ચેતવણી આપી ચૂક્યું છે.
બંને દેશોની મિત્રતાને લઈને ઈરાનને સખત વાંધો
આપને સવાલ થતો હશે કે, અજરબૈજાન-ઇઝરાયેલ દોસ્તી સામે ઈરાનને વાંધો છે, તેમાં કાકેશસ પ્રાંત કેમ મહત્વનો બન્યો છે. તો આપને જણાવી દઈએ કે, કાકેશસ કાલાસાગર અને કૈસ્પિયન સાગર વચ્ચેનું ક્ષેત્ર છે. જેમાં આર્મીનિયા, અજરબૈજાન, જ્યોર્જિયા અને દક્ષિણ રશિયા આવેલા છે. આ વિસ્તારમાં કાકેશસ પર્વતમાળા આવેલી છે, કાકેશસ પર્વતમાળાને પૂર્વી યૂરોપ અને પશ્ચિમ એશિયા વચ્ચેની કુદરતી દીવાલ ગણાય છે, યૂરોપનો સૌથી ઊંચો પર્વત કાકેશસ પર્વતમાળાનો ભાગ છે, કાકેશસ ક્ષેત્ર ઈરાન માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.
અજરબૈજાનની બહુમતી વસ્તી શિયા
આથી ઇરાનને આ વિસ્તારમાં ઇઝરાયેલની ઉપસ્થિતિ કોઈપણ રીતે મંજૂર નથી, ઇરાન આ વિસ્તારમાં આતંકવાદીઓ અને જાયોનીવાદિઓ એટલેકે, યહૂદી દેશના સમર્થકોની હાજરી સહન કરી શકે તેમ નથી. અજરબૈજાનની બહુમતી વસ્તી શિયા છે તેમ છતાં ઈરાન સાથે સંબંધો સારા કેમ નથી? ઈરાન અને અજરબૈજાન વચ્ચે તણાવ સતત કેમ વધી રહ્યો છે. તો આપને જણાવી દઈએ કે, ઈરાન અને અજરબૈજાન વચ્ચે તણાવ વધવાના ઘણા કારણો છે જેના પર એક નજર કરીએ તો અજરબૈજાને હાલમાં જ ઈરાન સરહદ પાસે તુર્કી સાથે મળી યુદ્ધાભ્યાસ કર્યો હતો, અજરબૈજાને આર્મીનિયા જનારી ઈરાની ટ્રકો માટે રસ્તો બંધ કરી દીધો હતો. અજરબૈજાને ઈરાની ટ્રકડ્રાઈવરોને અટકાયતમાં લઈ લીધા હતા, અને ઈઝરાયેલ અને અજરબૈજાન વચ્ચે વધતીથી દોસ્તીથી ઈરાન ગુસ્સામાં છે.
અજરબૈજાને સરહદ પર ભારે હથિયારો કર્યા તૈનાત
આથી ઇરાને પણ અજરબૈજાનન સરહદ નજીક ભારે હથિયારો તહેનાત કરી દીધા છે અને સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે, ઈરાને પોતાની એક મોટી ફોજને વિધ્વંસક હથિયારો સાથે અજરબૈજાનની સરહદ પાસે મોકલી દીધી છે, જેમાં મોટી સંખ્યામાં બખ્તરબંધ ગાડીઓ, સૈનિકો, તોપખાના, ડ્રોન, ઈલેક્ટ્રોનિક વોરફેર યૂનિટ અને લડાકૂ હેલિકોપ્ટર સામેલ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે ઇઝરાયેલ અને અઝરબેજાનન સામે ઈરાનની આક્રમકતા કેટલી કામ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.