બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The demand for clay garba made by the industrious Muslim potter families of Kutch still remains

PHOTOS / આવી નોરતાની રાત..કચ્છના શ્રમિક મુસ્લિમ કુંભાર પરિવારના માટીના ગરબાની ભારે ડિમાન્ડ, વિદેશમાં પણ બોલબાલા

Dinesh

Last Updated: 08:46 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News : કચ્છના શ્રમિક મુસ્લિમ કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે બે માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે

  • કચ્છના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ 
  • કુંભાર ચાકડો ચલાવી માટીને આકાર આપી ગરબા બનાવે છે
  • માંગને પહોંચી વળવા બે માસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરાય છે


નવરાત્રીના આગમનને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દેવીમાનું નવ દિવસનું પાવન પર્વ આશો નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. માતાજીની આરાધના માટે ગરબાનું વિશેષ મહત્વ છે. વર્ષો પહેલાં લાલ અને સફેદ રંગના જ ગરબા માતાજીની આરાધનામાં રાખવામાં આવતા હતા. હવે તે ગરબાનું સ્થાન ડિઝાઈનર ગરબાએ લીધું છે. કચ્છના મુસ્લિમ કુંભાર પરીવારો પેઢી દર પેઢી માતાજીના વિવિધ ગરબાઓ બનાવે છે.

ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે
કહેવાય છે કે, ગરબો એટલે જેના ગર્ભમાં સમગ્ર સંસાર વસે છે. નવરાત્રીમાં 9 દિવસ માતા આધ્યશક્તિની આરાધના કરી સમગ્ર વર્ષ શાંતિ અનુભવાય છે, ગરબામાં કરવામાં આવતા છીદ્રોથી સમગ્ર ઘર પ્રકાશિત થાય છે. કચ્છમાં વર્ષોથી આ માટીના ગરબા ચાકડા પર બનાવવામાં આવે છે. કુંભાર ચાકડો ચલાવી માટીને આકાર આપી ગરબા બનાવે છે. તેમજ દર વર્ષે ગરબાની પેટર્નમાં કંઇક અનોખું કરવામાં આવે છે. જેની માંગ પણ વધારે રહેતી હોય છે. ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે.

નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે. પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, કોડીયા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સામેલ કચ્છના શ્રમિક મુસ્લિમ  કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે બે માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

આંગળીના ટેરવે આપે છે આકાર
માટીકામના કુંભાર કલાકારો તેમની આંગળીના ટેરવે  ટીપીને દીવડું, ગરબા અને દિવેટીયાને અવનવા મનોહર આકારો આપવામાં મગ્ન બન્યા છે. ઉલ્લેખનીય છે કે,કચ્છના ભુજમાં રહેતા  કુંભાર શ્રમિકો દ્વારા તૈયાર કરાતા આ ગરબાની સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. મોટા ભાગના શ્રધ્ધાળુ પરિવારો દ્વારા આગામી સપ્તાહમાં મંગલ મુર્હૂતે પવિત્ર ગરબાની ખરીદી કરશે. વરસાદ વિરામ લે તો માટીના અન્ય ગરબા તડકામાં પાકવા મુકાય તેની શ્રમિકો પ્રતિક્ષા કરી રહ્યા છે.

મહત્વની બાબત એ છે કે, કચ્છમાં ગરબા બનાવતા તમામ કુંભારો મુસ્લીમ સમાજના છે અને તેઓ દર વર્ષે ભારે ઉત્સાહ અને મહેનતથી હિન્દુ ભાઈ બહેનો માટે ગરબા અને દીવડાઓ બનાવે છે જે કચ્છની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણકેન્દ્રોમાં ડિઝાઈનર ગરબાની પણ સારી એવી બોલબાલા જોવા મળી રહી છે. માટીના ગરબામાં એક એકથી ચડીયાતા રંગથી સુશોભિત કરી તેના પર અવનવા શોપીસ, કોડી,નાની મોટી ટીકીઓ, લટકણીયા અને ઘુઘરી લગાવવામાં આવે છે..

 

સંકળાયેલા મુદ્દાઓ

Garba Kutch News Kutch garba Muslim potter families ગરબાનું મહત્વ માટીના ગરબા Kutch News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ