બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર માર્કેટમાં ઘટાડાથી IPO પર પણ પડી રહી છે અસર , રોકાણકારોનો થઇ રહ્યો છે મોહભંગ

બિઝનેસ / શેર માર્કેટમાં ઘટાડાથી IPO પર પણ પડી રહી છે અસર , રોકાણકારોનો થઇ રહ્યો છે મોહભંગ

Last Updated: 01:33 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર માર્કેટમાં IPO મારફતે જે લોકો આંખો બંધ કરીને રોકાણ કરે છે તેઓને પણ અત્યારે નિરાશા હાથ લાગી રહી છે. માર્કેટ અત્યારે ઠંડુ હોવાથી રોકાણકારોને અપેક્ષા મુજબ વળતર નથી મળી રહ્યું છે.

અત્યારે શેર માર્કેટમાં પૈસા રોકતા લોકો IPO ની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારતા હોય છે કે IPO લાવતા પહેલા કોઈપણ કંપની પહેલા તેના ફંડામેન્ટલ્સને મજબૂત બનાવે છે અને પછી જ બજારમાંથી પૈસા ભેગા કરવાની તૈયારી કરે છે. સેબી આઈપીઓ લાવનારી કંપનીના દસ્તાવેજોની પણ કડક તપાસ કરે છે. આથી રોકાણકારોને લાગે છે કે કોઈપણ કંપની IPO લોન્ચ કર્યા બાદ થોડા દિવસો સુધી ચોક્કસપણે સારો દેખાવ કરશે અને સારું વળતર આપશે. પરંતુ તાજેતરના સમયમાં બજાર ઠંડુ હોવાથી રોકાણકારો IPOથી પણ નિરાશ થઈ રહ્યા છે. જે રોકાણકારો આંખ બંધ કરીને IPO માં કૂદી પડે છે તેઓ પણ નિરાશ થઈ રહ્યા છે. રોકાણકારો IPOમાં રોકાણ કરવાથી પણ દૂર રહેવા લાગ્યા છે અને પહેલાની જેમ બેદરકારીપૂર્વક રોકાણ કરવાનું ટાળી રહ્યા છે.

  • શેરબજારની ઠંડો માહોલ અને GMPમાં ઘટાડો મોટું કારણ

શેરબજારના એક્સપર્ટ કહે છે કે શેરબજારમાં ઠંડો માહોલ ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો અને ભંડોળ ખર્ચમાં વધારાને કારણે IPOમાં લોકોનો રસ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કોઈપણ IPOમાં સબ્સ્ક્રિપ્શન લેવલ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર આધાર રાખે છે. જેમ જેમ માર્કેટ ઠંડુ પડવા લાગ્યું અને ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટવા લાગ્યું તેથી IPOમાં લોકોનો રસ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. સ્થાનિક અને વિદેશી પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં મહદઅંશે સુધારો જોવા મળ્યો છે. એના કારણે તાજેતરના IPOની માંગ ખૂબ કમજોર પડી ગઈ છે.

વધુ વાંચો : આજે ફરી શેર માર્કેટ ખુલ્યું રેડ ઝોનમાં, જાણો કેટલાં પોઇન્ટ ગગડ્યા સેન્સેક્સ-નિફ્ટી

  • નેગેટિવ રિટર્ન આપી રહ્યા છે IPO

થોડા સમય પહેલા વેલ્થ મેનેજમેન્ટ ફર્મ કેપિટલમાઇન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસના એક અહેવાલમાં કહેવાયું છે કે દેશમાં તે સમય સુધી આવેલા 30 મોટા IPOમાંથી 8એ નકારાત્મક વળતર આપ્યું છે. રિલાયન્સ પાવર જેવા  IPO સાથે પણ આવી જ સ્થિતિ રહી હતી. છેલ્લા બે વર્ષમાં 10 સૌથી મોટા IPOમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, ભારતી હેક્સાકોમ અને બ્રેઇનબીઝ (ફર્સ્ટક્રાય) એ જ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. તેજીના માર્કેટના અંતિમ તબક્કામાં મોટા IPO જોવા મળે છે કારણ કે તેમને અપેક્ષા મુજબ વેલ્યુએશન મળે છે. તો જે કંપનીઓનો લિસ્ટિંગ બાદ આવક વૃદ્ધિ દર વેલ્યુએશન મુજબ નથી હોતી તો તેઓ અપેક્ષાઓ કરતાં ઓછું વળતર આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Investment Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ