The decision of the railway department to make the mask mandatory at railway stations and during travel
યાદ કરી લેજો /
રેલવેની મુસાફરી કરતાં હોય તો આ વસ્તુ ફરજિયાત રાખજો, નહીંતર દંડાશો, રેલવે વિભાગનો મોટો નિર્ણય
Team VTV09:29 PM, 07 Oct 21
| Updated: 09:35 PM, 07 Oct 21
સંભવિત ત્રીજી લહેરના ખતરો જોતાં તેમજ તહેવારોમાં મુસાફરીમાં ધરખમ વધારો થતાં રેલવે વિભાગે આ મોટો નિર્ણય લીધો છે
રેલવેની મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત
રેલવે સ્ટેશન પર પણ લોકો માસ્ક પહેરવું પડશે
જો માસ્ક નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ થશે
રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર માસ્ક ન લગાવવા બદલ રેલવે દંડ લગાવશે.આને આગામી 6 મહિના સુધી અથવા રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર માસ્ક લગાવવા માટે આગામી આદેશો સુધી ફરજિયાત રેલ વિભાગ દ્વારા સર્ક્યુલર બહાર પડાયો છે.સંભવિત ત્રીજી લહેરના ખતરો જોતાં તેમજ તહેવારોમાં મુસાફરીમાં ધરખમ વધારો થતાં રેલવે વિભાગે આ મોટો નિર્ણય લીધો છે
આગામી 6 મહિના માટે રેલવેની મુસાફરીમાં માસ્ક ફરજિયાત
રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર માસ્ક ન લગાવવા બદલ રેલવે દંડ લગાવશે. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં આગામી 6 મહિના સુધી અથવા આગળના આદેશ સુધી માસ્ક લગાવવાનું ફરજિયાત રાખવામાં આવ્યું છે. સંભવિત ત્રીજી લહેરને અટકવવા આ નિર્ણય રેલ વિભાગ દ્વારા લેવાયો છે. મહત્વનું છે કે અગાઉ 17 મી એપ્રિલ 2021 ના રોજ પણ આ પરિપત્ર આવ્યો હતો અને તેને 6 મહિના માટે ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. રેલવેએ આ આદેશ આગામી 6 મહિના માટે વધાર્યો છે.રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે, આ આદેશ 16 એપ્રિલ 2022 સુધી અમલમાં રહેશે.
દૈનિક મામલા ફરીથી 20ને પાર થઈ ગયા
કોરોનાના દૈનિક મામલા ફરીથી 20ને પાર થઈ ગયા છે. ગત 24 કલાકમાં 22 હજારથી વધારે નવા મામલા આવ્યા છે. જ્યારે 318 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે 24 હજાર 602 દર્દીઓ સાજા થઈ ગયા છે.
ભારતમાં તહેવારોની સીઝનની શરુઆત થઈ ચૂકી છે. બીજી તરફ કોરોનાના મામલામાં ઉત્તાર ચઢાવ જારી છે. કોઈ દિવસ મામલા વધી જાય છે કો કોઈ દિવસ ઓછા થઈ જાય છે. ગત અઠવાડિયે કોરોનાના નવા મામલા 15 હજારની નીચે આવી ગયા હતા. પરંતુ 3 દિવસથી કોરોનાની સ્પીડ વધતી જઈ રહી છે. મંગળવારે કોરોનાના મામલા 18 હજારની આસપાસ હતા. પરંતુ બુધવારે કોરોનાના નવા મામલાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.