બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર, આજે થશે તારીખ જાહેર

બિગ બ્રેકિંગ / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર, આજે થશે તારીખ જાહેર

Last Updated: 01:41 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. આજે સાંજે રાજ્ય ચૂંટણી કમિશ્નર જાહેરાત કરશે.પાલિકા, પંચાયત સહિતની બેઠકોની ચૂંટણી જાહેર થશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે. સાંજે 4.30 વાગે રાજ્ય ચૂંટણી કમિશ્નર તારીખ જાહેર કરશે. નગર પાલિકા, પંચાયત સહિતની બેઠકોની ચૂંટણી જાહેર થશે. તેમજ પાલિકા, પંચાયતમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ જાહેર થશે.

સૂત્રો પાપ્ત વિગતો મુજબ આજે ચૂંટણી જાહેર થઈ શકે છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા અત્યારે સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે સાથો સાથ 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટાચૂંટણીઓ પણ જાહેર થશે.

મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરાઈ ચુક્યું

અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.

જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણીપંચે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી દીધી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ આપવામાં આવ્યા હતા.

વધુ વાંચોઃ દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, દૂર કરાયા ગેરકાયદે દબાણ, જુઓ ડ્રોન Video

રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી

રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત તેમજ 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થશે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે ગયા મહિને બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Local Government Elections Gandhinagar News Election Commissioner
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ