The date of TET-1 and 2 exam has been announced by the Education Department
SHORT & SIMPLE /
TETની પરીક્ષાની તારીખો જાહેર: 16 એપ્રિલે TET-1, જ્યારે આ તારીખે યોજાશે TET-2ની પરીક્ષા
Team VTV12:15 PM, 18 Mar 23
| Updated: 12:32 PM, 18 Mar 23
TET પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. TET 1ની પરીક્ષા 16 એપ્રિલે અને TET 2ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે.
TET પરીક્ષાની તારીખો કરાઇ જાહેર
TET 1 અને 2 ની પરીક્ષાની તારીખ જાહેર
જાણો કઈ તારીખે લેવાશે પરીક્ષા
TET 1-2ની પરીક્ષાની આખરે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જે મુજબ ટેટ-1ની પરીક્ષા આગામી 16 અપ્રિલના રોજ લેવાશે, જ્યારે ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાશે. મહત્વનું છે કે, છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી.
ઓક્ટોબર મહિનામાં જાહેર કરાયો હતો કાર્યક્રમ
શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે.
વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી
TET-1ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે, જેમાં અંદાજે 87 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. જ્યારે 23 એપ્રિલે યોજાનારી TET-2ની પરીક્ષામાં 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.