The date of Naresh Patel's entry into the Congress has been fixed, the whole Gandhi family is likely to stand in the reception
BIG NEWS /
નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીની તારીખ નક્કી, આખું ગાંધી પરિવાર સ્વાગતમાં ઊભું રહે તેવી સંભાવના: સૂત્ર
Team VTV01:10 PM, 22 May 22
| Updated: 01:12 PM, 22 May 22
રાજકોટમાં 10 થી 15 જૂન વચ્ચે કોંગ્રેસનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.કોંગ્રેસના આ સંમેલનમાં નરેશ પટેલ કોંગ્રેસનો ખેસ પહેરે તેવી સંભાવના જોવાઇ રહી છે
રાજકોટમાં યોજાશે કોંગ્રેસનું સંમેલન
જૂનના બીજા સપ્તાહમાં સંમેલન
નરેશ પટેલ પહેરી શકે છે કોંગ્રેસનો ખેસ
છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને અટકળો ચાલી રહી છે. જેની વચ્ચે રાજકોટમાં આગામી 10 થી 15મી જૂન વચ્ચે કોંગ્રેસનું સંમેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી હાજર રહે તેવી સંભાવના છે.બીજી તરફ કોંગ્રેસના આ મહાસંમેલનમાં ખોડલધામાના ચેરમેન નરેશ પટેલ ભાગ લઈને કોંગ્રેસનો ખેસ પહેરશે તે અંગેની ચર્ચાઓ જોર પકડ્યું છે. નરેશ પટેલ સાથે સમર્થકો પણ કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે.
કોંગ્રેસના સંમેલનમાં નરેશ પટેલ ખેસ પહેરે તેવી સંભાવના
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે રાજકોટ ખાતે આગામી દિવસોમાં રાજકોટમાં ખાતે યોજાનાર કોંગ્રેસના મહાસંલમેનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ઉપસ્થિત રહેશે.
નરેશ પટેલ સાથે સમર્થકો પણ કોંગ્રેસનો ખેસ પહેરી શકે
મહત્વનું છે કે, કોંગ્રેસના આ મહાસંમેલનમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ભાગ લઈશે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના આ મહાસંમેલનમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે તેવી ચર્ચા જોર પકડ્યું છે.નરેશ પટેલ સાથે સમર્થકો પણ કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે.