બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ફુગાવાએ તોડ્યો 15 મહિનાનો રેકોર્ડ, એપ્રિલની સરખામણીએ મોંઘવારીનો દર થયો બમણો

ડબલ હિટ / ફુગાવાએ તોડ્યો 15 મહિનાનો રેકોર્ડ, એપ્રિલની સરખામણીએ મોંઘવારીનો દર થયો બમણો

Last Updated: 10:50 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં જથ્થાબંધ મોંઘવારીનું સ્તર વધી રહ્યું છે. તેની અસર આગામી દિવસોમાં છૂટક ફુગાવા પર જોવા મળે તેવી શક્યતા છે. મે મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા બહાર આવ્યા છે અને તે લગભગ બમણો વધીને 15 મહિનાની ટોચે પહોંચી ગયો છે.

જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) દ્વારા આજે ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ આંકડાઓએ જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો દર્શાવ્યો છે. આ વધારો 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મે 2024ની વાત કરીએ તો જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 2.61 ટકા પર આવી ગયો છે. જો અગાઉની વાત કરીએ તો એપ્રિલ 2024માં જથ્થાબંધ મોંઘવારી દર 1.26 ટકા હતો. જો આપણે એક વર્ષ પહેલાની વાત કરીએ તો મે 2023માં આ દર -3.8 ટકા હતો. આજે જાહેર કરવામાં આવેલ આ ડેટા ફેબ્રુઆરી 2023 પછી સૌથી વધુ છે. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં તેમાં બમણો વધારો થયો છે અને તે એકંદરે 15 મહિનાની ટોચે પહોંચી ગયો છે. આવનારા સમયમાં જથ્થાબંધ મોંઘવારીની અસર દેશના સામાન્ય લોકો અને છૂટક બજાર પર જોવા મળે તેવી શકયતા છે, ત્યારે જોવાનું રહેશે કે આરબીઆઈ આ અંગે શું નિર્ણય લે છે.

inflation.jpg

શાકભાજીના ભાવે લોકોને હેરાન કર્યા

ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 2.61 ટકા થયો છે. ગયા વર્ષે મે મહિનામાં આ દર શૂન્યથી નીચે -3.61 ટકા હતો. જો WPI ડેટાનું માનીએ તો મે મહિનામાં ફુગાવાનો દર 9.82 ટકા વધ્યો છે. જ્યારે એપ્રિલમાં આ દર 7.74 ટકા હતો. મે મહિનાની વાત કરીએ તો શાકભાજીનો મોંઘવારી દર 32.42 ટકા હતો. એપ્રિલમાં આ દર 23.60 ટકા હતો. ડુંગળીની વાત કરીએ તો મોંઘવારી દર 58.05 ટકા છે, બટાકાનો મોંઘવારી દર 64.05 ટકા છે. જો કઠોળના ફુગાવાના દરની વાત કરીએ તો તે 21.95 ટકા છે.

inflation.jpg

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે મે મહિના માટે WPI ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. આમાં ખાદ્ય મોંઘવારીના આંકડા પણ સામે આવ્યા છે. ડેટા અનુસાર, ખાદ્ય ચીજોનો મોંઘવારી દર મે મહિનામાં 9.82 ટકા હતો, જ્યારે એપ્રિલમાં તે 7.74 ટકા હતો. સૌથી વધુ મોંઘવારી દાળના ભાવમાં જોવા મળી છે. મે મહિનામાં કઠોળનો મોંઘવારી દર 21.95 ટકા હતો.

Website_Ad_1200_1200_color_option.width-800

વધુ વાંચો : સોનાના ભાવ પિગળ્યાં! ચાંદીની ચમક પણ થઈ ઓછી, જાણો ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ

ઈંધણથી લઈને વીજળી સુધી મોંઘું

મે મહિનામાં ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘી વીજળીના ભાવે સામાન્ય માણસના ખિસ્સા પર માઠી અસર કરી છે. ઇંધણ અને વીજળી ક્ષેત્રનો ફુગાવાનો દર મે મહિનામાં 1.35 ટકા હતો. આ સિવાય ઉત્પાદિત ઉત્પાદનોની શ્રેણીમાં મોંઘવારી દર 0.78 ટકા રહ્યો છે. સમજવા જેવી વાત એ છે કે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાના આંકડા તે જ મહિનાના છૂટક ફુગાવાના આંકડાથી વિપરીત છે. રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં ઘટીને 4.75 ટકા થયો હતો, જે એક વર્ષમાં સૌથી નીચો સ્તર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તેની નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં રાખે છે.

સંકળાયેલા મુદ્દાઓ

WholesalePriceIndex inflation rateofwholesale
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ