ક્રિકેટ સુંદરીઓની કાળી બાજુ /
'વૈશ્યા જેવો વ્યવહાર', IPLની વચ્ચે ચીયરલીડર્સની અજાણી વાતો થઈ જાહેર, કેટલો પગાર, ક્યાંથી આવે છે, જાણો ડિટેલ્સ
Team VTV10:29 PM, 28 Mar 23
| Updated: 10:36 PM, 28 Mar 23
31 માર્ચથી આઈપીએલ શરુ થઈ રહી છે ત્યારે તેની મેચોમાં દર્શકોનું મનોરંજન કરતી ચીયરલીડર્સનું જીવન જાણવા જેવું હોય છે.
31 માર્ચથી શરુ થઈ રહી છે 2023ની સિઝનની આઈપીએલ
આઈપીએલમાં દર્શકોનું મનોરંજન કરતી હોય છે ચીયરલીડર્સ
યુરોપના નાના મોટા દેશોમાંથી ભારત આવે છે
લોકો કરે છે ગંદી ગંદી કોમેન્ટ, ખરાબ નજરથી પણ જુએ છે
31 માર્ચે 2023ની આઈપીએલની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી ઉદ્ધાટન મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આઈપીએલ કે ક્રિકેટની બીજી મેચોમાં રંગબેરંગી ટૂંકા વસ્ત્રોમાં કમર લચકાવતી રુપ સુંદરીઓ જોઈને તમને હર્ષની લાગણી થતી હશે. આ રુપ સુંદરીઓ બીજું કોઈ નહીં પરંતુ ચીયરલીડર્સ હોય છે. ક્રિકેટની મેચોમાં ચીયર્સ લીડરનું અનોખું મહત્વ છે અને તેમની વગરની આઈપીએલ ફિક્કી લાગશે. ચીયર્ય લીડરને જોઈને જુસ્સો ચડતો હોય છે પરંતુ શું તમને ખબર છે કે ચીયર્સ લીડર્સનું દુખ પણ ઓછું નથી.
આઈપીએલમાં ભાગ લેવા વિદેશથી ભારત આવે છે ચીયરલીડર્સ
15 વર્ષ પહેલા 2008માં જ્યારે આઈપીએલ શરૂ થઈ હતી ત્યારે ચીયરલીડર્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ચોગ્ગા-છગ્ગાની પાછળ કમર લચકાવતી ચીયર બાળાઓને જોઈને લોકોનું મન હરી જાય છે. આ વાત છે આઇપીએલના ગ્લિટ્ઝની જે ગ્લેમરમાં ખોવાઈ જાય છે અને તમારા સુધી પહોંચતી નથી. ચીયરલીડર્સ આઈપીએલમાં ભાગ લેવા માટે દર વર્ષે વિદેશથી ભારત આવે છે.
આ ચીયરલીડર્સ ક્યાંથી આવે છે?
આઇપીએલની આ ચીયરલીડર્સ એજન્સીઓના માધ્યમથી યુરોપના નાના મોટા દેશોમાંથી આવે છે. લોકોને લાગે છે કે ટૂંકા કપડાં પહેરીને ડાન્સ કરતી છોકરીઓ એશિયન હશે, પરંતુ આવું થતું નથી. આ છોકરીઓ પ્રોફેશનલ ડાન્સર હોય છે. તેઓ ઘણા દેશોમાં પ્રદર્શન કરે છે. ચીયરલીડિંગ યુરોપિયન દેશોમાં એક વ્યવસાય બની ગયો છે. જો તમને લાગતું હોય કે નૃત્ય એ જ આ વ્યવસાયની એકમાત્ર શરત છે, તો એવું નથી. વિદેશોમાં ચીયરલીડર્સને પણ ફોર્મેશન બનાવવા પડે છે, જેના માટે શરીર લચીલું હોવું જરૂરી છે. તેના માટે સખત મહેનત અને તાલીમની જરૂર છે. જેવી રીતે ખેલાડીઓ મેદાન પર જે મહેનત કરે છે.
કેટલો મળે છે પગાર
ચીયરલીડર્સને તગડો પગાર મળે છે. ફ્રેન્ચાઇઝી તેમને એક સિઝન માટે કરારબદ્ધ કરે છે, જે 20,000 ડોલર એટલે કે ભારતીય ચલણ અનુસાર લગભગ 17 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ સિવાય પાર્ટી પરફોર્મન્સ બોનસ, એલિમિનેટર બોનસ અલગ અલગ છે. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અન્ય દેશના યુરોપિયન ચીયરલીડર્સ અને ચીયરલીડર્સના પગારમાં મોટો તફાવત છે. પગાર ડાન્સરની ઉંમર, સુંદરતા, અનુભવ અને શરીર પર પણ નિર્ભર કરે છે. ચીયરલીડર્સને મેચ પછી અથવા તે પહેલાં સાંજની પાર્ટીઓમાં પરફોર્મ કરે તો તેમને વધારાના પૈસા પણ મળે છે. જો કે આ ચીયરલીડર્સનું માનવું છે કે, તેઓ જે મહેનત કરે છે તેના હિસાબે પગાર ઓછો મળે છે.
દર્શકો વૈશ્યા જેવો વ્યવ્હાર કરતા હોય છે-ચીયરલીડર્સ
દિલ્હી કેપિટલ્સની ચીયરલીડર્સે કહ્યું હતું કે, તેઓ ભારતમાં સેલિબ્રિટી જેવું અનુભવે છે. લોકો તેમની સાથે સેલ્ફી લે છે છે, પરંતુ કેટલાક લોકો અમને ખરાબ નજરથી જોવાનું પણ ચૂકતા નથી, તેઓ ગંદી ગંદી કોમેન્ટ કરે છે અને અમે જાણે વૈશ્યા હોઈએ તેવો વ્યવહાર કરે છે. જ્યારે અમે પોડિયમ પર ડાન્સ કરીએ છીએ, ત્યારે તેને લક્ઝરી આઇટમ માનવામાં આવે છે. ચીયરલીડિંગ અમારો વ્યવસાય છે. લોકો અમારા શરીર પર ટિપ્પણી કરે છે. તેઓ કદરૂપી હરકતો કરે છે. એવું લાગે છે કે ભીડની આંખો અમારી પર ફરી વળે છે પરંતુ અમે લોકો સાથે વ્યવસાયિક રીતે વ્યવહાર કરીએ છીએ.
આઈપીએલમાં રમશે 10 ટીમો
10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એમાં મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સની ટીમો છે. જ્યારે ગ્રુપ-બીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ છે.