બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Loveyapa Trailer: ફોનની અદલા બદલી, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના અંગત રાજ ઉઘાડા, જુઓ લવયાપાનું ટ્રેલર
Last Updated: 09:34 AM, 11 January 2025
પહેલેથી જ લોકોને રોમેન્ટિક કોમેડી ફિલ્મ જોવી પસંદ આવે છે, તો આજની પેઢીના પ્રેમને દર્શાવતી ફિલ્મ 'લવયાપા' નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં જુનૈદ ખાન અને ખુશી કપૂર છે સાથે ટ્રેલર પહેલા નિર્માતાઓએ ફિલ્મનું ટાઇટલ ટ્રેક રિલીઝ કર્યું હતું. જે લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં કોમેડી, ડ્રામા અને ઘણાં બધાં 'લવયાપા'થી ભરપૂર છે.
ADVERTISEMENT
આ ફિલ્મનું ટ્રેલર મજેદાર છે . જે આધુનિક એટલે કે Gen-z જનરેશનના પ્રેમની સંબંધિત વાર્તા રજૂ કરે છે. ટ્રેલરની શરૂઆતમાં જુનૈદ ખાન અને ખુશી કપૂરના ફની સીનથી થાય છે. ફિલ્મમાં આગળ આ કપલના ઝધડા સાથે અનેક મજેદાર સિન બતાવવામાં આવ્યા છે. આજની પેઢી માટે પોતાનો મોબાઇલ કેટલો વાહલો છે સાથે પ્રાઇવેસી કેટલી મહત્વની છે તે પણ આ ફિલ્મમાં બતાવે છે. કારણ કે ખરી મજા ત્યારે જ આવે છે જ્યારે જુનૈદ ખાન અને ખુશી કપૂર એકબીજાના મોબાઇલ ફોનની આપલે કરે છે.
ADVERTISEMENT
ખરી મજા અને ડ્રામા અહીંથી શરૂ થાય છે. જ્યારે છુપાયેલા રહસ્યો બહાર આવે છે. 'લવયાપા'નું ટ્રેલર ખરેખર મજેદાર અને મનોરંજક છે, જે વેલેન્ટાઈન સીઝન માટે પરફેક્ટ રિલીઝ થઈ શકે છે. લવયાપા આધુનિક રોમાંસની દુનિયામાં સેટ કરેલી વાર્તા કહે છે. આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી શકે છે. તેના શક્તિશાળી પ્રદર્શન, ઉત્સાહિત સંગીત અને સુંદર દ્રશ્યોએ તેને વિશેષ બનાવ્યું છે.
આ પણ વાંચો : સલમાન-શાહરુખના બોડીગાર્ડ્સને મળે છે આટલો પગાર, શેરા અને રવિની લાખોમાં કમાણી
આ ફિલ્મમાં માત્ર રોમાંસને નવી રીતે જ દર્શાવવામાં આવ્યો નથી, પરંતુ તેમાં એવી વસ્તુઓ પણ છે જે દર્શકો લાંબા સમય સુધી યાદ રાખશે. પ્રેમના દરેક શેડ બતાવવામાં આવ્યા છે, લવયાપા એક ફેમિલી ફિલ્મ પણ છે. આ ફિલ્મ 2025ના સૌથી રોમાંચક સિનેમેટિક અનુભવો કરાવશે. આ વેલેન્ટાઈન સિઝનને ખાસ બનાવવા માટે લવયાપા 7 ફેબ્રુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રેમની આ જાદુઈ યાત્રાનો ભાગ બનવા માટે તૈયાર થાઓ!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT