Team VTV06:10 PM, 23 Mar 23
| Updated: 06:16 PM, 23 Mar 23
કિશોર રેલવેમાં મુસાફરોના સરસામાનની ચોરીને અંજામ આપતાં પહેલાં મોંઘીદાટ ચોકલેટ ખાતો હતો. કિશોરની સંભાળ રાખતી કાકીની રેલવે પોલીસે ધરપકડ કરી.
રેલ્વે સ્ટેશને મુસાફરોના સામાન ચોરતી ગેંગ ઝડપાઈ
પોલીસે મહિલા અને કિશોરને ઝડપ્યા
ચોકલેટ ખાવાનાં શોખને પુરો કરવા ચોરીનો શોર્ટકટ અપનાવ્યો
નશો કરવો એ શરીર તેમજ પરિવાર માટે હાનિકારક હોય છે એવું તો આપણે ઘણી વાર સાંભળ્યું છે અને ચોકલેટ ખાવાનો ગાંડો શોખ કોઈ વ્યક્તિને રીઢો ગુનેગાર બનાવી દે એ વાત માનવામાં ભલે ન આવે પણ આ હકીકત છે. અમદાવાદ રેલવે પોલીસે એક એવા કિશોરની અટકાયત કરી છે, જેણે પોતાના ચોકલેટ ખાવાના અનહદ શોખને પોષવા માટે ચોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો. પોલીસે સરસામાનની ચીલઝડપ કરતા કિશોર અને એક મહિલાને ઝડપ્યાં
અમદાવાદ રેલવે પોલીસે મુસાફરોના કિંમતી સરસામાનની ચીલઝડપ કરતા કિશોર અને એક મહિલાને ઝડપ્યાં છે. જેમાં પકડાયેલો કિશોર ચાલુ ટ્રેને મુસાફરોના સરસામાનની ચોરી કરી ટ્રેનમાંથી ઊતરી જતો હતો. કિશોરે કરેલી ચોરીનો કિંમતી સરસામાન તેની કૌટુંબિક કાકી સાચવતી હતી. રેલવે પોલીસ દ્વારા આરોપી મહિલા પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો
રેલવે પોલીસે ચોરીના ગુનામાં આણંદ ખાતે રહેતી નૂરજહાં દીવાનની ધરપકડ કરી છે, જેનો કૌટુંબિક સગીર ભત્રીજો ટ્રેનમાં મુસાફરોના કીમતી સરસામાનની ચોરી કરતો હતો. કિશોર રેલવેમાંથી જે કંઈ પણ વસ્તુ ચોરતો તેને સાચવવાની જવાબદારી નૂરજહાંની હતી. અમદાવાદ રેલવે પોલીસે આરોપી મહિલા નૂરજહાં પાસેથી કુલ આઠ મોબાઈલ, એક લેપટોપ અને સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કિશોર છેલ્લા કેટલાય સમયથી રેલવે સ્ટેશન પર જઈ મોંઘી ચીજવસ્તુઓની ચીલઝડપ કરતો હતો. કિશોર કેટલીક વાર ચાલુ ટ્રેને પણ મોબાઈલ કે દાગીના જેવી કીમતી ચીજવસ્તુઓની ચીલઝડપ કરતો હતો. મોંઘીદાટ ચીજવસ્તુઓ વેચવા માટે આપી દેતો
ત્યાર બાદ મોંઘીદાટ ચીજવસ્તુઓ વેચવા માટે તેની કૌટુંબિક કાકી નૂરજહાંને આપી દેતો હતો, જેના બદલામાં નૂરજહાં કિશોરની સારસંભાળ રાખતી હતી અને જરૂર મુજબ તેને રૂપિયા આપતી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ કિશોર છેલ્લા કેટલાય સમયથી પોતાનાં માતા-પિતાથી દૂર રહેતો હતો અને તેને ચોકલેટ ખાવાની ટેવ હતી, જેના કારણે જ્યારે પણ તેની પાસે રૂપિયા ખૂટી જતા ત્યારે તે આવી રીતે રેલવે સ્ટેશન પર જઈ મુસાફરોની મોંઘી ચીજવસ્તુઓની ચીલઝડપ કરી લેતો અને એના જે રૂપિયા ઉપજતા તેની ચોકલેટ ખરીદીને ખાઈ લેતો હતો.
કિશોરને ચોકલેટ એટલી હદે ભાવતી હતી કે ચીલઝડપ અને ચોરીને અંજામ આપવા જતો ત્યારે પણ તે મોંઘીદાટ ચોકલેટ ખાઈને જતો હતો. નૂરજહાં અને કિશોર પાસેથી પોલીસે ૮.૮ર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત કિશોર અગાઉ આણંદ રેલવે પોલીસ
તેમજ અમદાવાદ રેલવે પોલીસમાં નોંધાયેલા ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે, જેથી પોલીસને શંકા છે કે આરોપીની પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલાઇ શકે છે.