The country's first Government Human Library to be opened here in Gujarat
અનોખો પ્રયાસ /
ગુજરાતમાં અહીં ખુલ્લી મુકાઈ દેશની પ્રથમ ગવર્નમેન્ટ હ્યુમન લાઇબ્રેરી, બુકની જેમ 'વ્યક્તિ' ઇસ્યુ થશે
Team VTV09:41 PM, 20 May 22
| Updated: 11:15 PM, 20 May 22
લોકોને માનસિક તણાવમાંથી બહાર લાવવા જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા અનોખી હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ છે.
દેશની પ્રથમ ગવર્નમેન્ટ હ્યુમન લાઇબ્રેરી
કલેક્ટર કચેરીમાં ખુલ્લી મુકાઈ લાઇબ્રેરી
અહીં બુકની જેમ 'વ્યક્તિ' ઇસ્યુ થશે
જૂનાગઢમાં શરૂ થઈ હ્યુમન લાઇબ્રેરી
આજના સમયમાં કોઈપણ વ્યક્તિ જવાબદારીઓના ભારણના કારણે અથવા અન્ય કોઈ કારણે માનસિક રીતે તણાવમાં રહેતો હોય છે. અણધાર્યાં ગંભીર પગલા ભરી લે છે. તેવામાં આવા લોકોને માનસિક તણાવમાંથી બહાર લાવવા જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા અનોખી હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ છે. જેમાં તણાવ દૂર કરવા માણસ ઈસ્યું થશે. ત્યારે શું છે ભારતમાં પ્રથમ વખત શરૂ થયેલ હ્યુમન લાઈબ્રેરી આવો જાણીએ.
પુસ્તક નહીં આ લાઇબ્રેરીમાં માણસ થશે ઈસ્યુ!
જરાક અજીબ લાગ્યું હશે. પરંતુ આ વાત સાચી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર ઓફિસમાં ભારતની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવી છે.. અને આ અનોખી લાઇબ્રેરીમાં પુસ્તકની જેમ મનનો ઉભરો, લાગણીઓ ઠાલવી શકાય તે માટે માણસ ઈસ્યુ થઈ શકશે. એટલે કે, કોઈપણ વ્યિક્ત પોતાનાં સુખ,દુઃખ, વિચાર, અનુભવ, અને પોતાની ચિંતાઓ વ્યક્ત કરવા માગતી હશે. તેનું સમાધાન ઈચ્છતી હશે તે અહીં બેસીને વ્યક્ત કરી શકશે..
હ્યુમન લાઇબ્રેરીના ફાયદા શું?
આપણે જાણીએ જાણીએ છીએ કે, માનસિક તણાવ, અને કોઈ નાના અમથા ઝઘડામાં લોકો આત્મહત્યા જેવું પગલું ભરી લે છે. સરકારી કર્મચારીઓ કામના ભારણના કારણે ક્યારેક ખોટું પગલું ભરી લેતા હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ પણ માતા-પિતાના ડર અથવા પરિક્ષામાં નાપાસ થવાના કારણે અથવા ઓછા ટકા આવવાના કારણે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. તેવામાં આ હ્યુમન લાઇબ્રેરીમાં કોઈપણ વ્યિક્ત પોતાની વાત સામે બેસેલી વ્યિક્ત સાથે શેર કરી શકે છે. અને સામે બેસેલ માણસ પણ તેને સમસ્યાઓમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરશે.પરંતુ આ પ્રકારનો વિચાર જૂનાગઢના કલેક્ટરને કેવી રીતે આવ્યો.આવો તેમની પાસેથી જ સાંભળીએ.
અનોખી હ્યુમન લાઇબ્રેરી
મહત્વનું છે કે, આ પ્રકારની લાઇબ્રેરી ડેન્માર્ક સહિત વિશ્વના અનેક દેશોમાં ચાલે છે.અને આ લાઇબ્રેરી દ્વારા લોકોને પણ ખુબ મદદ મળી રહી છે. લોકો પોતાના મનનો ઉભરો ઠાલવી રિલેક્સ થઈ શકે છે.ત્યારે આજ પ્રયાસોને જોઈને જૂનાગઢના કલેક્ટર રચિત રાજે હ્યુમન લાઇબ્રેરી શરૂ કરી છે. હાલ તો આ લાઈબ્રેરી માત્ર સરકારી કર્મચારીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે. પરંતુ તબક્કાવાર આગામી સામાન્ય લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવશે.