બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ભારત / અયોધ્યા રામ મંદિરના મુખ્ય શિખર પર નિર્માણ કાર્ય શરૂ, આટલા દિવસ બાદ લહેરાશે ધર્મ ધ્વજ
Last Updated: 05:12 PM, 3 October 2024
અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ આજથી શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા મંદિર નિર્માણ સ્થળ પર પૂજા કરવામાં આવી અને પછી શિખરમાં લાગનારા મુખ્ય પથ્થરની મંદિર પરિસરમાં પૂજા કરવામાં આવી. મંદિર નિર્માણ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ અયોધ્યામાં પહોંચી ગઈ છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર પણ અયોધ્યામાં હાજર છે.
ADVERTISEMENT
નાગર શૈલીના મંદિરમાં શિખર નિર્માણ પણ તે જ શૈલીનું હશે, જેને સોમપુરા આર્કિટેક્ટ્સે ડિઝાઇન કર્યું છે. આ ડિઝાઇનને અગાઉથી જ ટ્રસ્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. આખા મંદિરની શિખર સુધીની ઊંચાઈ 161 ફૂટ છે. શિખર નિર્માણમાં ઓછામાં ઓછા 120 દિવસનો સમય લાગશે. શિખર પર ધર્મ ધ્વજ પણ હશે.
મજબૂતી અને સુંદરતાનો સમન્વય હશે
ADVERTISEMENT
મંદિરમાં શિખર સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. તેના માટે નિર્માણ શરૂ થતાં જ તમામ એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર હતા. રામ મંદિરના નિર્માણની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને શિખરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે માટે તેની મજબૂતી અને સુંદરતા બન્નેનું ધ્યાન રાખવામાં આવશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં તિરુપતિના લાડુ વિતરણ
સોમપુરા આર્કિટેક્ટ્સ ઉપરાંત કન્સ્ટ્રક્શન એજન્સી લાર્સન એન્ડ ટૂબ્રો, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂડકી, નેશનલ જિયો ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના નિષ્ણાતો પણ હાજર રહ્યા.
હોળી પહેલા રામ દરબાર તૈયાર થઈ જશે
રામ મંદિર આવનારા લોકોને ટૂંક સમયમાં જ રામ દરબારના દર્શન થશે. આવનારા વર્ષમાં હોળી પહેલા પ્રથમ માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. બેઠકમાં આ અંગે પણ ચર્ચા થઈ. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રે જાણકારી આપી છે કે રામ દરબારની ડિઝાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રામ દરબાર સંગેમરમર ની બનાવટમાં હશે. રામ દરબારમાં રામ, સીતા, ત્રણેય ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિ હશે. મૂર્તિકાર વસુદેવ કામથ દ્વારા આ ડિઝાઇન મંજૂર કરવામાં આવી છે. આવતા વર્ષ હોળી પહેલા રામ દરબાર સ્થાપિત થઈ જશે.
આખી ઇમારતના નિર્માણનું કામ પૂરું થવામાં આટલો સમય લાગશે
હાલમાં, મંદિરની આખી ઇમારતના નિર્માણનું કામ પૂરું થવામાં નક્કી થયેલા સમયથી બે મહિનાનો સમય વધુ લાગશે. મંદિરના પરકોટા અને સપ્ત મંડપનું કામ પણ સાથે ચાલી રહ્યું છે. મુખ્ય ઇમારત ઉપરાંત લેન્ડસ્કેપિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, અને પ્રથમ માળનું નિર્માણ લગભગ 90 ટકા પૂરું થઈ ગયું છે.
આ પણ વાંચોઃ PM મોદીએ નવરાત્રીના દિવસે આપ્યો શુભેચ્છા સંદેશ, આ નેતાઓએ પણ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT