The Congress said that the accused were not in the Congress but were associated with the BJP
પેપરકાંડ /
બિન સચિવાલય પરીક્ષા કૌભાંડમાં ભાજપના નેતાની સંડોવણી!, કોંગ્રેસે જાહેર કર્યા આરોપીના ફોટો
Team VTV04:55 PM, 26 Dec 19
| Updated: 05:34 PM, 26 Dec 19
બિનસચિવાયલની પરીક્ષામાં પેપરલીક કૌભાંડમાં રાજકીય પાર્ટીઓનાં નેતાઓની સંડોવણી મામલે માહોલ ગર્માયો છે. આ ગેરરીતિમાં કોંગ્રેસનાં નેતાની સંડોવણી સામે આવતા કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાની વાત કરી છે. જાણો ક્યો આરોપી ભાજપ સાથે જોડેલો છે.
સાંસદ કિરીટ સોલંકી સંગઠન પર્વમાં આરોપી યુવકને આવકારી રહ્યાં છે
આરોપી ફારુક કુરેશી ભાજપમા સત્તાવાર ભાજપમાં જોડાયેલો છે.
જાહેરજીવનની વ્યક્તિ સાથે કોઈ પણ ફોટો લઈ શકે છે
ગેરરીતિ કરનારાઓને સજા થવી જ જોઈએ
બિન સચિવાવયની પરીક્ષામાં પેપરલીક કાંડમાં કોંગ્રેસનાં નેતાની સંડોવણી સામે આવ્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું કે પેપરલીક કાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી છે. આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલ છે. સાથે સાથે તેમણે આરોપીનાં ભાજપના નેતાઓ સાથેનાં ફોટો જાહેર કર્યાં છે. કોંગ્રેસના મનીષ દોશીએ કહ્યું હતું કે બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. 3 વાર પરીક્ષા રદ થાય બાદ 4 વાર યોજાઈ એમાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતીં. કોંગ્રેસે હંમેશાથી સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરનારાઓને સજા થવી જ જોઈએ.
આરોપી ફારુક કુરેશી ભાજપમા સત્તાવાર ભાજપમાં જોડાયેલો છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારની મનસા ગુજરાતોનાં યુવાનોને ન્યાય અપાવવામાં કોઈ રસ નથી. મોટા મગરમચ્છો કઈ રીતે બચી જાય અને સાથે સાથે કોંગ્રેસને કેવી રીતે ફસાવાય તેમાં રસ પડે છે. કોંગ્રેસે આ મુદ્દે તમામને ખુલ્લા પાડી દઈ તેમના મળતીઓને લાભ અપાવવાની નીતી પર પાણી ફેરવી દીધું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ આરોપી ફારુક કુરેશીનીં વાત કરીએ તો ભાજપમા સત્તાવાર ભાજપમાં જોડાયેલો છે. સાંસદ કિરીટ સોલંકી સંગઠન પર્વમાં આરોપી યુવકને આવકારી રહ્યાં છે. પરીક્ષાઓમાંથી સરકાર લાખો યુવાનો પાસેથી પૈસા ઉઘરાવે છે. પ્રુફ સિસ્ટમ આપી શકતી નથી. તેમજ પોલીસની તપાસને સરકારે રાજકીય રંગ આપ્યો છે.
જાહેર જીવનની વ્યક્તિ સાથે કોઈ પણ ફોટો લઈ શકે છે
પેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે આ મુદ્દે SIT તપાસની માગ કોંગ્રેસે કરી હતી. કોંગ્રેસે જ પેપરકાંડનાં મુદ્દે પુરાવા આપ્યાં હતાં. જે કોઇ જવાબદાર હોય તેની સામે પગલા લો. માત્ર એક ફોટાને આધાર બનાવી કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જાહેરજીવનની વ્યક્તિ સાથે કોઈ પણ ફોટો લઈ શકે છે. તેમ જણાવતા કોંગ્રેસ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પરનાં આક્ષેપો ફગાવ્યાં હતાં. ભાજપનાં આગેવાનોનાં પણ ગુનેગારો સાથે ફોટા છે. રાજકીય રંગ આપી તપાસ ન થવી જોઇએ