The Congress had questioned the government in the Assembly on domestic air service,sea plane, repatriation of workers, tourism corporation and state government aircraft
સરકારી જવાબ /
રાજ્ય સરકારે વિમાન અને સી-પ્લેન પાછળ આટલા કરોડ ખર્ચી નાખ્યા, વિધાનસભામાં રજૂ થયા સરકારી આંકડા
Team VTV04:50 PM, 24 Mar 22
| Updated: 04:54 PM, 24 Mar 22
કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં સરકારને આંતરિક હવાઈ સેવા , સી-પ્લેન, શ્રમિકોને વતન પરત, પ્રવાસન નિગમ તેમજ રાજ્ય સરકાર વિમાનને લઈ સવાલો કર્યા હતા.
વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં ઉછળ્યાં અનેક મુદ્દાઑ
પંચાયતના રોડ પર ભારે વાહનોને રોકાતા નથી: વસોયા
શ્રમિકોને વતન પરત માટે પશ્ચિમ રેલવેને 6.86 કરોડ રૂપિયા ચુકવ્યા
1 જૂનથી અમદાવાદ-ભૂજ વચ્ચે હવાઈ સેવા શરૂ થવાની શક્યતા વર્તાઇ રહી છે. હાલ રાજકોટ, પોરબંદર, કંડલામાં આંતરિક હવાઈ સેવા ચાલી રહી છે. સુરત અને અમદાવાદમાં પણ આંતરિક હવાઈ સેવાઓ કાર્યરત છે. રાજ્ય, કેન્દ્ર હસ્તકની કૂલ 8 હવાઈ સેવાઓ ચાલુ હોવાનો સરકારે ગૃહમાં જવાબ આપ્યો છે. ભાજપના ધારાસભ્ય બલરામ થવાણી દ્વારા કરવામાં આવેલા પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો. ઉડાન યોજના અંતર્ગત કેશોદથી મુંબઈને જોડતી હવાઈ સેવા હજુ પણ બંધ છે. અગાઉ કેશોદ-મુંબઈ હવાઈ સેવા શરૂ કરવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદથી શેત્રુંજય ડેમ સુધીની સી પ્લેન સેવા પણ હજુ સુધી શરુ થઈ શકી નથી. વર્ષ 2019માં પ્લેન શરૂ કરવાનું સરકારે કર્યુ હતુ આયોજન
કોરોડોનો ખર્ચ કરી સી-પ્લેન સેવા બંધ
આ ઉપરાંત વિધાનસભામાં સી પ્લેનનો મુદ્દો પણ ઉઠ્યો હતો. અમદાવાદ સાબરમતી સી પ્લેન સેવા પાછળ સરકારે 7.77 કરોડનો ખર્ચ કર્યો છે પણ કરોડોની રકમનો ખર્ચ છતા સી-પ્લેન સેવા બંધ થતાં ગૃહમાં કોંગ્રેસને સરકારને ઘેરી હતી અને આયોજન સામે સવાલો ઊભા કર્યા હતા
રાજ્ય સરકારે વિમાન પેટે 2197.90 કરોડ ચુકવણી કરી
રાજ્ય સરકાર દ્વારા ખરીદાયેલા વિમાનનો મુદ્દો પણ ગૃહમાં ચગ્યો હતો. ધારાસભ્ય ગેનીબેનના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો કે 2019માં નવું વિમાન ખરીદવાની મંજુરી અપાઈ હતી. રાજ્ય સરકારે વિમાન પેટે 2197.90 કરોડ ચુકવણી કરી છે અને વિમાનના મેઈન્ટેનન્સ માટે 19.53 કરોડની ચુકવણી કરી છે.
શ્રમિકોને વતન પરત માટે પશ્ચિમ રેલવેને 6.86 કરોડ રૂપિયા ચુકવ્યા
તો આ તરફ 2020માં લાખો શ્રમિકો ગુજરાત છોડી વતન પરત ફર્યા હતા. તેથી જે તે સમયે સરકારે તેમણે વતન પરત મોકલવા ભાડામાં રાહત આપી હતી. જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને તે પાછળ થયેલા ખર્ચનો હિસાબ આપવા અનુરોધ કર્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે 14.64 લાખ શ્રમયોગીઓને ટ્રેન દ્વારા વતન મોકલવામા આવ્યા છે જેની પાછળ પશ્ચિમ રેલવેને 6.86 કરોડ રૂપિયા ચૂકવાયા છે.
ખનિજની હેરાફેરી કરતા વાહનોને લીધે પંચાયતના રોડ તૂટે છેઃ વસોયા
ગુજરાતમાં લગભગ દરેક ગામને જોડતા પાક્કા રસ્તા તો બની ગયા છે પણ તેની ગુણવતાને લઈ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય લલિત વસોયાએ સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે પંચાયતના રોડ પર ભારે વાહનોને રોકાતા નથી અને ખનિજની હેરાફેરી કરતા વાહનોને લીધે પંચાયતના રોડ તૂટી જાય છે. પંચાયત રોડ પર 40 મેટ્રિક ટન ભરેલા વાહનો અવર જવર કરે છે જેથી રોડ પણ ગુણવતા સભર બનાવવામાં આવે અને આડકતરી રીતે ખનીજ ચોરીનો પર પણ નિશાન સાધ્યું હતું.
પ્રવાસન નિગમમાં 201 જગ્યાઓ મંજૂર થયેલી પડી રહી
ગુજરાતમાં સ્ટાફ ઘટને કારણે કેટલાય વિભાગ પર કામકાજનો લોડ પડી રહ્યો છે શિક્ષકોથી માંડી મેડિકલ કોલેજ સુધી અનેક જગ્યાઓ ખાલી હોવાની માહિતી પણ સરકારે ખુદ આપી છે. ત્યારે હવે ગુજરાત પ્રવાસન નિગમ આઉટ સોર્સીંગ એજન્સીના ભરોસે ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમમાં 201નું કુલ મંજુર થયેલ જગ્યાઓ પડી છે પણ નિગમમાં 4 જગ્યાઓ પ્રતિનિયુકત્તિથી ભરાયેલ અને નિગમમાં વહીવટી મુખ્ય તમામ જગ્યાઓ ખાલીખમ પડી છે. 154 જગ્યાઓ કાયમી ભરતીથી ભરવાની બાકી અને વર્ગ-4ના કર્મચારીઓ, ડ્રાઈવર અને કુલ 40 જગ્યા ભરાયેલી છે જેથી પ્રવાસન નિગમના અધિકારીઓ કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગનો સહારો લઇ રહ્યા છે. મહત્વનું છે કે ધારાસભ્ય શિવાભાઇ ભુરિયાના પ્રશ્ન પર સરકારે ઉપરોક્ત જવાબ રજૂ કર્યો હતો.
રાજ્યના યાત્રાધામોની સ્વચ્છતા એજન્સીઓના ભરોસે
રાજ્યના યાત્રાધામોની સ્વચ્છતા એજન્સીઓના ભરોસે રાખવામાં આવી છે. અંબાજી, શામળાજી, ડાકોર, પાવાગઢ, સોમનાથનો સ્વચ્છતા માટેનો કોન્ટ્રાક્ટ એજન્સીઓને અપાયો છે. આ ઉપરાંત દ્વારકા, પાલીતાણા, જૂનાગઢના ધામોની સ્વચ્છતા માટે પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવી છે. એજન્સીઓને સ્વચ્છતા માટે 2020-21 માં કુલ 27 કરોડ 75 લાખથી વધુ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એજન્સીઓને પ્રતિ ચોરસ મીટર લેખે રૂ.9 થી 10 ચૂકવણી કરવામાં આવે છે. એજન્સીઓને ઊંચી રકમ ચૂકવાતી હોવા છતાં અંબાજીને સફાઈમાં સી ગ્રેડમાં આવી રહ્યું છે. સફાઈમાં સતત સી ગ્રેડ મળતા અંબાજીની એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે.